Vartman Pravah
Breaking Newsચીખલીનવસારી

ચીખલી તાલુકામાં રવિવારના રોજ 62 જેટલી ગ્રામ પંચાયતના, 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.17
તાલુકાની 62ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 220 મતદાન મથક પર રવિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્‍યા સુધી મતદાન યોજાશે.
ગ્રામ પંચાયતની ચૂંટણીના મહાસંગ્રામમાં ચીખલી તાલુકાની 62-ગ્રામ પંચાયત માટે 220 મતદાન મથક પરથી 19-ડિસેમ્‍બરને રવિવારના રોજ સવારે 7 થી મતદાનનો પ્રારંભ થશે. જેમાં 92,374 પુરુષ અને 92,190 મહિલા મળી કુલ 1,84,564 મતદારો 62-ગ્રામ પંચાયતના 61-સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું ભાવિ નક્કી કરશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પાર પાડવા માટે 220 ચૂંટણી અધિકારી, 220-મદદનીશ ચૂંટણી અધિકારી, 880-પોલીગ સ્‍ટાફ અને 386 પોલીસ સ્‍ટાફ ખડેપગે ફરજ અદા કરશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુખે પાર પડે તે માટે 25-જેટલી ઝોનલની ટીમ બાજ નજર રાખશે.
ગ્રામ પંચાયતની 19-ડિસેમ્‍બરના રોજ યોજાનાર ચૂંટણી માટે તાલુકાના 62-ગામનું રાજકારણ ભરશિયાળે ગરમાવા પામ્‍યું છે. શુક્રવારના રોજ સાંજે 5-કલાકે ચૂંટણી પ્રચાર પડગમ શાંત થઈ જવા પામ્‍યા છે. મતદારોને રીઝવવા ઉમેદવારો અને કાર્યકરો તેમજ સમર્થકો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચારની સાથે ખાણી-પીણીની રંગત પણ જામી રહી છે.
બીજી તરફ 19-ડિસેમ્‍બરને રવિવારના રોજ સવારે 7-વાગ્‍યેથી સાંજે 6-વાગ્‍યા દરમ્‍યાન યોજાનાર મતદાન શાંતિપૂર્ણ માહોલમાંપાર પડે તે માટે ચીખલીના પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર શ્રી અમિત ઝડફીયા, નાયબ મામલતદાર શ્રી વેકરિયા, નાયબ મામલતદાર શ્રી સુરેશભાઈ, ટીડીઓ શ્રી હિરેનભાઈ ચૌહાણ સહિતનો સ્‍ટાફ અને વહીવટી તંત્ર કમરકસી રહી છે.
સમગ્ર ચૂંટણી દરમ્‍યાન કોઈ અનિચ્‍છનીય બનાવ નહી બને અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ડીવાયએસપી-1, ચીખલી પીઆઈ-પી.જી. ચૌધરી, પીએસઆઈ-ડી.આર.પઢેરિયા સહિત 6-જેટલા પીએસઆઈ, 141-પોલીસ જવાનો, 233-હોમગાર્ડ જવાનો અને 4-જેટલા એસ.આર.પી જવાનો ખડેપગે સેવા આપશે.
તાલુકાના 62-ગ્રામ પંચાયતના 220-મતદાન મથકોમાં વંકાલ, ખૂંધ, ચીમલા, મલિયાધરા ગામનો સંવેદનશીલ મતદાન મથકમાં સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણીમાં મતદારો ઈવીએમ મશીનથી નહિ પરંતુ બેલેટ પેપરથી મતદાન કરશે.

Related posts

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને ‘‘મિશન શક્‍તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળી

vartmanpravah

માનવ અધિકાર દિવસ નિમિત્તે દાનહઃ હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપક્રમે ટ્રાન્‍સજેન્‍ડરના અધિકારો પર એક દિવસીય વર્કશોપ યોજાયો

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ વિમેન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં વાપી એફસી ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

Leave a Comment