Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં વેલ્‍ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્‍લાસ્‍ટઃ એક વ્‍યક્‍તિને પહોંચેલી ઈજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં લેન્‍ડમાર્કની સામે આવેલ વેલ્‍ડીંગના વર્કશોપમાં બોરિંગની ગાડીમાં વેલ્‍ડીંગ કરતી વખતે ઝરેલાં તણખાં ડીઝલની ટાંકી પર પડતા બ્‍લાસ્‍ટ થયો હતો. જેના કારણેએક વ્‍યક્‍તિને ગંભીર ઇજા થઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ટોકરખાડા વિસ્‍તારમાં લેન્‍ડમાર્કની સામે આવેલ બીજલ એન્‍જિનિયરીંગ વર્કશોપમાં પાટીદાર બોરવેલનું વાહન તેમાં વેલ્‍ડીંગના કામ માટે આવી હતી. વેલ્‍ડીંગ કરતી વખતે વેલ્‍ડીંગના ઝરેલા તણખાં સીધા ગાડીમાંની ડીઝલની ટાંકી ઉપર પડયા હતા. ડીઝલની ટાંકી ઉપર તણખાં પડતા ટાંકીમાં જોરદાર બ્‍લાસ્‍ટ થયો હતો, જેમાં વર્કશોપના માલિક ગજાનનભાઈને ગંભીર ઇજા થવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી. અડધા કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્‍યો હતો. ઈજા પામેલા વર્કશોપના માલિક ગજાનનભાઈને 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા છે.

Related posts

ચીખલીના કુકેરી ગામે ત્રણ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં સ્થાનિક યુવાનોએ આસપાસના સીસીટીવીના ફૂટેજથી અકસ્માત કરનાર પીકઅપ ચાલકને શોધી કાઢ્યો

vartmanpravah

vartmanpravah

વ્‍યક્‍તિનું સાચું મૂલ્‍યાંકન ગુણો આધારિત હોય છે નહીં કે બાહ્ય આટાટોપથી

vartmanpravah

ગણદેવી વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસે ‘આપ’માંથી દેગામના પંકજભાઈ પટેલે ઉમેદવાર નોંધાવી

vartmanpravah

આવકવેરા વિભાગ દ્વારા ગુજરાતમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

vartmanpravah

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં દમણમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિશાળ રેલી-ધરણાં પ્રદર્શન યોજાયા

vartmanpravah

Leave a Comment