April 27, 2024
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

‘વર્તમાન પ્રવાહ’ના 19મા વર્ષમાં મંગળ પ્રવેશ ટાણે…

આજે ‘વર્તમાન પ્રવાહ’ પોતાની સ્‍થાપનાના 19મા વર્ષમાં પ્રવેશતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. 2003ના 19મી ડિસેમ્‍બરે દમણ અને દીવના મુક્‍તિ દિનના પર્વથી ‘વર્તમાન પ્રવાહ’નો આરંભ થયો હતો અને 28મી જાન્‍યુઆરી, 2004ના રોજ તત્‍કાલિન કેન્‍દ્રીય ગૃહ રાજ્‍યમંત્રી શ્રી હરિનભાઈ પાઠકના હસ્‍તે લોકાર્પણ થયા બાદ આજ દિન સુધી વર્તમાન પ્રવાહે પોતાની મક્કમ અને આગવી ગતિ જાળવી રાખી છે.
‘વર્તમાન પ્રવાહે’ પોતાની સ્‍થાપનાના 19 વર્ષોમાં ક્‍યારેય બિઝનેશનો અભિગમ અપનાવ્‍યો નથી. જાહેરાત અખબારોની જીવાદોરી હોવા છતાં ‘વર્તમાન પ્રવાહે’ જાહેરાતલક્ષી પોતાની નીતિ આજપર્યંત રાખી નથી. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઉદ્યોગોની વણઝાર હોવા છતાં ‘વર્તમાન પ્રવાહે’ પોતે દોરેલી લક્ષ્મણરેખાની બહાર જવાનું ટાળ્‍યું છે. સતત વધતી મોંઘવારી અને કાગળ, શાહી, પ્‍લેટ જેવી અખબાર માટે જરૂરી ચીજવસ્‍તુઓના કૂદકે ને ભૂસકે વધી રહેલા ભાવ વધારાની સાથે સરકારની સતત બદલાતી જાહેરાત નીતિના કારણે અખબારી ઉદ્યોગની કમર તૂટી ગઈ હોવા છતાં ‘વર્તમાન પ્રવાહ’ હંમેશા પોતાના અખબારી અને પત્રકારત્‍વના ધર્મને વળગી રહ્યો છે.
જ્‍યારે જ્‍યારે પણ પ્રદેશ હિતની વાત આવી છે ત્‍યારે ત્‍યારે વર્તમાન પ્રવાહેઅસામાજિક તત્ત્વો અને સ્‍થાપિત હિતોને ખુલ્લા પાડી તેમને બેનકાબ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. પ્રદેશના પોલીટિકલ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની થયેલી નિયુક્‍તિ બાદ કેટલાક સ્‍થાપિત હિતોએ તેમના વિરૂદ્ધ શરૂ કરેલા કુપ્રચારનો યોગ્‍ય ભાષામાં જવાબ આપવાનું દાયિત્‍વ પણ ‘વર્તમાન પ્રવાહે’ સફળતાપૂર્વક નિભાવ્‍યું છે. જેના કારણે જ આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિકાસનો ડંકો વાગી રહ્યો છે. અમે હકારાત્‍મક પત્રકારત્‍વના કરેલા પ્રયોગની પણ ધારી અસર જોવા મળી છે.
‘વર્તમાન પ્રવાહે’ પોતાની સ્‍થાપનાના 19 વર્ષ દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પોતાની એક આગવી ઓળખ તો ઉભી કરી જ છે અને દક્ષિણ ગુજરાતના નવસારી, ચીખલી, ડાંગ, આહવા તથા વલસાડ જિલ્લામાં પણ લોકોના લાડકવાયા અખબાર તરીકે ‘વર્તમાન પ્રવાહે’ ઘરમાં પ્રવેશ મેળવી લીધો છે. આવતા દિવસોમાં અમારા હજારો સમર્પિત શુભેચ્‍છકોના આશીર્વાદ અને શુભકામનાથી સંઘપ્રદેશની સાથે સાથે ગુજરાતના સીમાડા પણ સર કરીશું એવી શ્રદ્ધા છે.

Related posts

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો : ચાલકનો બચાવ

vartmanpravah

હરિદ્વારથી 1400 કિમીની પદયાત્રા કરીને આવેલા ભક્‍તો ગંગાજળથી આજે આછવણી ખાતે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે

vartmanpravah

વલસાડ હાઈવે રવિવારે રાતે યમદૂત બન્‍યો : બે જુદા જુદા અકસ્‍માતમાં ત્રણના મોત

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘‘સ્‍વનિધિ મહોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment