Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેહ વેપારના ચુંગલમાંથી મુક્ત કરાવાયેલી પશ્ચિમ બંગાળની યુવતીનું સખી વન સ્ટોપે પરિવાર સાથે મિલન કરાવ્યું

પશ્ચિમ બંગાળથી યુવતીનું અપહરણ કરી વાપીના છીરીમાં દેહ વેપાર કરાવાતો હતો, ડુંગરા પોલીસે બચાવી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: વાપીમાં ડુંગરા પોલીસે હિંસાનો ભોગ બનેલી એક યુવતીને દેહ વેપારના ચુંગલમાંથી છોડાવી તા.૨૩ એપ્રિલ ૨૦૨૩ના રોજ રાત્રે ૧૧ કલાકે વલસાડની સિવિલ હોસ્પિટલના બ્લોક નં. ૨માં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવી હતી. જ્યાં તેને હંગામી ધોરણે આશ્રય આપવામાં આવ્યો હતો. તે સમયે યુવતી ક્યાંની છે તેની કોઈ ખબર ન હતી. બાદમાં સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે કાઉન્સેલિંગ કરતા તેણી ગામ-પરશાહપુર કલના જિ.પૂર્વ વર્ધમાન,રાજય-પશ્વિમ બંગાળના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જેનું પશ્વિમ બંગાળ થી અપહરણ કરી વાપીના છીરી ખાતે લાવી દેહવેપાર કરાવાતો હતો.
સખી વન સ્ટોપના સ્ટાફે તેનુ સરનામુ મેળવવા અને પરિવારજનોની શોધખોળ કરવા માટે કાઉન્સેલિંગ શરૂ કર્યુ હતું પરંતુ તેણી પશ્ચિમ બંગાળની ભાષા બોલતી હતી. ગુજરાતી ભાષા જાણતી ન હતી. હિન્દી ભાષા થોડી ઘણી સમજી શકતી હતી. જેથી અવર નવર કાઉન્સેલિંગ કરાતા પિતાનો ટેલિફોન નંબર આપ્યો હતો. જે નંબર પર ફોન કરી પિતાને વલસાડ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા. પિતાએ પશ્વિમ બંગાળના કલના પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી. તા. ૨૭/૦૪/૨૦૨૩ ના રોજ વાપીની ડુંગરા પોલીસ અને કલના પોલીસ સાથે મળી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યુવતીને લેવા આવી હતી. યુવતીના પિતાના જરૂરી આધાર પુરાવાની તપાસ કર્યા બાદ યુવતીનું પિતા સાથે ‘સખી’ વન સ્ટોપ સેન્ટર વલસાડ દ્વારા સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. યુવતી સેન્ટર ખાતે આવી હતી ત્યારે ખુબ જ હતાશ અને માનસિક રીતે ભાંગી પડી હતી. યુવતીને સેન્ટર દ્વારા ચા-નાસ્તો, ભોજન તથા પ્રાથમિક જરુરિયાતો પુરી પાડવામાં આવી હતી. યુવતીએ પિતા તેમજ કલના પોલીસ સમક્ષ જણાવ્યું કે, ‘સખી’ વન સ્ટોપ સેન્ટર વલસાડ ખાતે મને ઘર કરતાં પણ વધુ પ્રેમ અને હૂંફ મળી અને યોગ્ય માર્ગદર્શન આપી પરિવાર સાથે મિલન કરાવી નવી જિંદગી જીવવાની તક આપી છે. જે બદલ યુવતી અને તેના પિતાએ સખી વન સ્ટોપ સેન્ટર નો આભાર માન્યો હતો.
આમ, વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ ખાતે યુવતીને આશ્રય સેવા અને કાઉન્સેલિંગની સેવા આપી પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.

Related posts

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

GNLU કેમ્‍પસ સેલવાસ ખાતે ECO ક્‍લબનું કરાયેલું ઉદ્‌ઘાટનઃ પ્‍લાન્‍ટેશન ડ્રાઇવ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું કરાયેલું વાવેતર

vartmanpravah

પારડીના ખૂંટેજ ગામે વળાંકમાં ટેમ્‍પો અને બાઈક સામ સામે અથડાતા બાઈક ચાલકનું મોત

vartmanpravah

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણના પ્રમુખ તરીકે અપૂર્વ પાઠકની વરણી

vartmanpravah

વાપીમાં કચ્‍છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ગરબાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment