October 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વલસાડ હાઈવે ધમડાચી પાસે કન્‍ટેનર અને ટ્રેઈલર વચ્‍ચે જોરદાર અકસ્‍માત : કન્‍ટેનર કેબીન ટ્રેઈલરમાં ફસાયું

ટ્રેઈલર ચાલક ઘાયલ, ક્‍લીનરનો ચમત્‍કારીક બચાવઃકલાકો સુધી હાઈવે જામ રહ્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21
વલસાડ નેશનલ હાઈવે ઉપર ધમડાચી પીરુ ફળીયા પાસે વિતેલી રાત્રે કન્‍ટેનર અને ટ્રેઈલર વચ્‍ચે જોરદાર અકસ્‍માત થયો હતો. અકસ્‍માતમાં કન્‍ટેનર ચાલક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો હતો. જ્‍યારે ક્‍લીનરનો ચમત્‍કારીક બચાવ થયો હતો.
વલસાડ હાઈવે ઉપર મંગળવારે રાત્રે દહેજથી એનર્જી કેમીકલ ભરીને સેલવાસ તરફ જઈ રહેલ કન્‍ટેનર જીજે-16-એયુ-9425 અને ટ્રેઈલર નં. જીજે-પ-સીવી-4422 વચ્‍ચે જોરદાર ટક્કર વાગતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. આગળ જઈ રહેલ ટ્રેઈલર ચાલક બ્રેક મારી દેતા કન્‍ટેનર ચાલક ગુલામ મહમંદ સાકીર હુસેને કન્‍ટેનરને ટક્કર મારી હતી. અકસ્‍માત એટલો ગંભીર હતો કે કન્‍ટેનરનું કેબીન આખું ટ્રેઈલરમાં ફસાઈ ગયું હતું. અકસ્‍માતમાં ગુલાબ મહંમદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે ખસેડાયો હતો. અકસ્‍માતમાં ટ્રેઈલર ડીવાઈડર કુદી ગયું હતું. બે વાહનોના અકસ્‍માત બાદ હાઈવે કલાકો સુધી જામ રહ્યો હતો. પોલીસે બે ક્રેઈન મંગાવીને વાહનોને સાઈડીંગ કરતા ટ્રાફીક રાબેતા મુજમ કાર્યરત થયો હતો.

Related posts

માછી સમાજની છેવાડેની બોરાજીવા શેરી ખાતે દમણમાં મિલકતના વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈને કોયતાના ઘા મારી રહેંસી નાંખી કરેલી હત્‍યા

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્‍યક્ષ મૈત્રીબેન પટેલે ડીપીએલ-3ની નિહાળેલી મેચો

vartmanpravah

સામરવરણીમાં આહિર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં અંભેટીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

વલસાડ જિલ્લામાં બેરોકટોક ચાલતા ગેરકાયદે કતલખાના અને મટન શોપની તપાસ કરવા કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી અને સહ પ્રભારી સહિત ભાજપના આગેવાનોએ દમણના આદિવાસી નેતા ભાવિક હળપતિના ઘરે લીધેલું બપોરનું ભોજન

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલ ગામના હર્મિત પટેલની એબીવીપી દ્વારા મંત્રી તરીકે નિમણૂક કરાતા વિદ્યાર્થી વર્તુળમાં આનંદની લાગણી

vartmanpravah

Leave a Comment