February 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણઃ ભીમપોર કોમ્‍પલેક્ષનો વાર્ષિક રમતોત્‍સવ ભીમપોર હાઇસ્‍કૂલના મેદાન ઉપર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ હેઠળ દમણ ખાતે શિક્ષણ સચિવશ્રી, શિક્ષણ નિર્દેશકશ્રી, જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીશ્રી તથા સહાયક શિક્ષણ નિર્દેશકશ્રીના માર્ગદર્શન હેઠળ તા. 20-12-2024 અને તા.21-12-2024 ના રોજ ભીમપોર કોમ્‍પલેક્ષનો વાર્ષિક રમતોત્‍સવ ભીમપોર હાઇસ્‍કૂલ મેદાન મુકામે યોજાઈ ગયો. તા.20-12-2024ના રોજ પ્રાથમિક વિભાગમાં લંગડી, ખો ખો, લીંબુ ચમચી, કોથળા દોડ, રિલે દોડ, 100 મી. દોડ, સોય દોરો જેવી રમતો ભીમપોર કોમ્‍પલેક્ષમાં આવતી 11 શાળાઓનાં વિદ્યાર્થીઓ વચ્‍ચે રમાડવામાં આવી. જેમાં ઉચ્‍ચ પ્રાથમિક શાળા ભીમપોર (ગુજરાતી માધ્‍યમ) કોમ્‍પલેક્ષ કક્ષાએ વિજેતા (ચેમ્‍પિયન) બની. તા.21.12.2024 ના રોજ ઉચ્‍ચ પ્રાથમિક વિભાગમાં બેડું બેલેન્‍સ, વોલી બોલ થ્રો, ગોળા ફેંક, ખો ખો, કબડ્ડી, 200 મી. દોડ, રિલે દોડ જેવી રમતો 10 શાળાઓ વચ્‍ચે રમાડવામાં આવી. જેમાં ઉચ્‍ચ પ્રાથમિકશાળા મોડેલ, નાની દમણ ચેમ્‍પિયન બની. આ રમતોત્‍સવનું આયોજન શિક્ષણ વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી આર. કે. સિંઘ, જિલ્લા રમત ગમત સમિતિના અધ્‍યક્ષ શ્રી વિરેન્‍દ્રભાઈ એસ. પટેલ, ભીમપોર કોમ્‍પલેક્ષ રમત ગમત સમિતિ અધ્‍યક્ષ શ્રી સુભાષભાઈ સી. પટેલ, સહાયક અધ્‍યક્ષ શ્રી સુભાષભાઈ જી. પટેલે ભીમપોર કોમ્‍પલેક્ષ કક્ષાના રમતોત્‍સવને સફળ બનાવવા સક્રિય ભાગ ભજવ્‍યો હતો.
પ્રથમ દિવસે ભીમપોર કોમ્‍પલેક્ષ રમતોત્‍સવ ઉદ્‌ઘાટન સમારોહમાં દમણ નગરપાલિકા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના ચેરમેન શ્રીમતિ મૈત્રીબેન જે. પટેલ, ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયતના જિલ્લા પંચાયત સભ્‍યશ્રી યોગેશભાઈ પટેલ, ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી શાંતુભાઈ પટેલ, મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતિ પ્રિતીબેન હળપતિ, ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રી જીગરભાઈ પટેલ, સહાયક શિક્ષણ નિર્દેશક (જિલ્લા પંચાયત) શ્રી આર. કે. સિંઘ, જિલ્લા રમત ગમત સમિતિ અધ્‍યક્ષ શ્રી વિરેન્‍દ્રભાઈ એસ. પટેલ, બી. આર. સી. કૉ-ઓર્ડીનેટર શ્રીમતી ભાવિનીબેન દેસાઈ, સીઆરસી કૉ-ઓર્ડીનેટર શ્રી નરેન્‍દ્રભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.
રમતોત્‍સવને શ્રીમતિ મૈત્રીબેન જે. પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્‍યો હતો. રમતના બંને દિવસે તમામરમતોમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ સહાયક શિક્ષણ નિર્દેશક (જિલ્લા પંચાયત) શ્રી આર. કે. સિંઘ, દમણ જિલ્લા રમત ગમત સમિતિના અધ્‍યક્ષ શ્રી વિરેન્‍દ્રભાઈ એસ. પટેલ, ભીમપોર કોમ્‍પલેક્ષ રમત ગમત સમિતિ અધ્‍યક્ષ શ્રી સુભાષભાઈ સી. પટેલ, સહાયક અધ્‍યક્ષ શ્રી સુભાષભાઈ જી. પટેલ, સી.આર.સી. શ્રી નરેન્‍દ્રભાઈના અને ભીમપોર કોમ્‍પલેક્ષમાં આવતી શાળાઓના ઇન્‍ચાર્જ હેડ માસ્‍તર અને સિનિયર શિક્ષકો તથા વ્‍યાયામ શિક્ષકોના હસ્‍તે આપવામાં આવ્‍યાં હતા.
આ રમતોત્‍સવનું સંચાલન ભીમપોર કોમ્‍પ્‍લેક્ષ અધ્‍યક્ષ શ્રી સુભાષભાઈ સી.પટેલ, શ્રી ઠાકોરભાઈ હળપતિ, પૂર્ણીમાબેન પટેલ દ્વારા કરવામાં હતું. ભીમપોર કોમ્‍પલેક્ષનાં રમત ગમત સમિતિનાં અધ્‍યક્ષ શ્રી સુભાષભાઈ પટેલે ખેલાડીઓના ઉત્‍સાહવર્ધન માટે ઉપસ્‍થિત શિક્ષણ વિભાગના અધિકારીનો, રમત ગમત સમિતિનો, તમામ ઉપસ્‍થિત મહેમાનોનો, શાળાના શિક્ષકોનો, વ્‍યાયામ શિક્ષકોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

આમધરા ગામે નહેરમાં ડુબી જવાથી વાંસદાના વેપારીનું મોત

vartmanpravah

ધરમપુર જાગીરીના હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓએ બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ માણ્‍યો

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

છેલ્લા ચોવિસ કલાક દરમિયાન દાદરા નગર હવેલીના સેલવાસમાં 1.35 ઈંચ જ્‍યારે ખાનવેલમાં એક ઈંચ જેટલો વરસેલો વરસાદ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્‍કૂલ સલવાવમાં ઈન્‍ટરનેશનલ યોગા-ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment