April 19, 2024
Vartman Pravah
Breaking Newsવાપી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવની ત્રણ વિદ્યાર્થીનીઓની ખો-ખો (ગર્લ્‍સ) સ્‍પર્ધામાં ગુજરાતટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સલવાવ, તા.21
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા તારીખ 20/12/2021 સોમવારના રોજ આયોજિત ઇન્‍ટર યુનિવર્સીટી સ્‍પોર્ટ્‍સ ગર્લ્‍સ ખો-ખોની ટીમની સ્‍પર્ધાની પસંદગીનું આયોજન થયું હતું. આ ગર્લ્‍સ ખો-ખોની સ્‍પર્ધા કલોલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્‍ડ રીસર્ચ સેન્‍ટર, કલોલ, ગાંધીનગર ખાતે રમાડવામાં આવી હતી. જેમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની પ્રથમ વર્ષ બી. ફાર્મસીની 6 વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટીની ટીમની પસંદગી માટે ભાગ લીધો હતો અને તેમાંથી 3 વિદ્યાર્થીનીઓ ભક્‍તિ આર. પટેલ, દિયા બી. પટેલ અને ઈશા એમ. બહાલીવાલાની યુનિવર્સિટીની ટીમમાં પસંદગી થઇ હતી.
હવે આ વિદ્યાર્થીનીઓ ઓલ ઇન્‍ડિયા યુનિવર્સિટીના પ્‍લેટફોર્મ પર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માટે પ્રતિનિધિત્‍વ કરશે.જે સંસ્‍થા માટે તેમજ કોલેજ માટે ગૌરવવંતી બાબત છે આ સ્‍પર્ધા માટે વિદ્યાર્થીનીઓની સમગ્ર ટ્રેનિંગ તેમજ સંપૂર્ણ માર્ગદર્શન અને તૈયારી ફીઝીકલ ઇન્‍સ્‍ટ્રકટર શ્રી પ્રિયંક પટેલ દ્વારા આપવામાં આવ્‍યું હતું. જે બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણીસ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી અને હવે પછીની થનાર ઓલ ઇન્‍ડિયા યુનિવર્સિટીની સ્‍પર્ધા માટે વિજયી થવા માટેના આશીર્વાદ આપ્‍યા હતા.

Related posts

પારડીના પલસાણામાં વહેલી સવારે સોનાના ઘરેણા અને રોકડની લૂંટ

vartmanpravah

ધરમપુરની આવધા પ્રાથમિક શાળામાં સી.ડી.એસ. બીપીન રાવતને શાળા પરિવારે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

vartmanpravah

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

નવસારી જિલ્લાના તમામ ગામો અને નગરોમાં પહેલી ઓક્‍ટોબરે ‘‘એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

Leave a Comment