October 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

માગશર માસમાં આદ્રા નક્ષત્રના દિને શિવપૂજા કરવાનો અપરંપાર મહિમા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21
વાપી ડુંગરા ચણોદ કોલોની ખાતે આવેલ અંબામાતા મંદિરના શિવાલયમાં ભવ્‍ય શિવજી મહાપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેંકડો ભાવિક ભક્‍તોએ શિવજીને બીલીપત્ર, ફુલ અને અભિષેક કરી ધન્‍યતા અનુભવી હતી.
માગશર મહિનામાં આદ્રા નક્ષત્રનો દિવસ શુભ ગણાય છે. આ દિવસે ભગવાન શીવની પૂજા અર્ચના કરવામાં આવે તો 100 શિવરાત્રીની પૂજાનું ફળ મળે છે. તે અનુસંધાનમાં વાપી ચણોદ કોલોનીમાં આવેલ અંબામાતા મંદિરના પ્રાંગણના શિવાલયમાં ગતરોજ ભવ્‍ય શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
હરિયાપાર્ક વસાહતમાં રહેતા સેંકડો શિવ ભક્‍તોએ શિવ મહાપૂજામાં ભાગ લઈને ભોળાનાથને બીલી, પૂષ્‍પ અને અભિષેક કર્યો હતો. મહિમવંતા દિવસે ખાસ શિવપૂજાનું આયોજનનું આયોજન મંદિર ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી લાયન્‍સ કલબ ઉદ્યોગનગર મેમ્‍બર દ્વારા લાયન્‍સ આઈ હોસ્‍પિટલને 1.11 લાખનું દાન અપાયું

vartmanpravah

દમણમાં કરાયું નુમા ઈન્‍ડિયા કરાટે કલર બેલ્‍ટની પરીક્ષાનું સફળ આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાનાં સરકારી અધિકારી અને કર્મીઓ સરકારી કચેરીમાં સાયકલીંગ-પગપાળા આવ્યાં

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ ઐતિહાસિક સિદ્ધિ : ત્રીજા સેમિસ્‍ટર પરીક્ષામાં જીટીયું ટોપ ટેનમાં 3 વિદ્યાર્થી

vartmanpravah

ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment