Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડના કર્મચારીનું દમણમાં હાર્ટએટેકથી મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી નોટિફાઈડમાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીને દમણમાં હાર્ટ એટેકનો હુમલો આવ્‍યો હતો. જેમાં તેમનું કરુણ મોત નિપજ્‍યું હતું. તેઓ પૂત્રને મળવા દમણ ગયા હતા. કમનસીબ ઘટના ઘટી હતી.
વાપી નોટિફાઈડ ઓથોરિટીમાં ફરજ બજાવતા ગંભીરભાઈ પરષોત્તમભાઈ પટેલ (ઉ.55) ગતરોજ દમણ તેમના પૂત્રને મળવા ગયા હતા ત્‍યારે તેમને હૃદયરોગનો અચાનક હૂમલો આવ્‍યો હતો અને તેઓ ત્‍યાં જ મરણ પામ્‍યા હતા. ઘટના બાદગંભીરભાઈનું પી.એમ. સરકારી હોસ્‍પિટલમાં પોલીસે કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્‍યો હતો. અત્‍યંત મિલનસાર સ્‍વભાવ ધરાવતા ગંભીરભાઈના અવસાનના સમાચાર નોટિફાઈડ કર્મચારીઓને મળતા ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતભરમાં ચિંતાજનક હાર્ટ એટેકના હુમલા વધી રહ્યા છે. તેવા વધુ એક બનાવમાં વાપી નોટિફાઈડ કર્મચારી પરિવારે પોતાનો એક સાથી મિત્ર ગુમાવ્‍યો હતો.

Related posts

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કલા મહોત્‍સવમાં ઝળક્‍યા

vartmanpravah

શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ દ્વારા મહારાજની પુણ્‍યતિથિએ ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

પારડી નગર પાલિકા કર્મચારીના ઘરે સતત વરસાદને લઈ તોતિંગ વૃક્ષ ધરાશયી

vartmanpravah

Leave a Comment