Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઢોલુમ્‍બર પ્રા.શાળાના આચાર્ય સામે ગુનો દાખલઃ તપાસ માટે શાળાએ પહોંચેલા ડીડીઓ સમક્ષ ગ્રામજનોએ આચાર્યની તાત્‍કાલિક બદલી કરવા કરેલી માંગ

આચાર્ય બાળકોને ભણાવવાના બદલે ગામના રાકાજરણમાં રસ લઈ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત લાવવા મુખ્‍ય ભાગ ભજવ્‍યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.05: ઢોલુમ્‍બર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અનિલ ઈશ્વરભાઈ પટેલ 3-જુલાઈના રોજ સવા દસેક વાગ્‍યાના અરસામાં ધામધુમા પેલાડ ફળીયા ઢોલુમ્‍બર ચાર રસ્‍તા ઉપર જોવા મળતા ઢોલુંમ્‍બર ગામના પૂર્વ સરપંચ મીઠ્ઠલભાઈએ શાળાનો સમય થઈ ગયેલો હોય વિડીયો ઉતારવાની વાત કરતા બંને વચ્‍ચે થયેલ વિવાદ મારામારીના બનાવમાં ખેરગામ પોલીસ મથકમાં આ આચાર્ય અને પૂર્વ સરપંચ સામે સામસામી ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ બાદ શુક્રવારના રોજ ડીડીઓ, ડીપીઇઓ અગ્રવાલ, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ, ટીપીઇઓ વિજયભાઈ સહિતના ઢોલુમ્‍બર પ્રાથમિક શાળામાં જઈ જાત તપાસ હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ઉમટી પડેલા ગ્રામજનોએ આ શિક્ષકની તાત્‍કાલિક બદલી કરવાની માંગ કરી હતી. ઢોલુમ્‍બર ગામના સરપંચ મિઠ્ઠલભાઈ સામે અવિશ્વાસની દરખાસ્‍ત લાવવામાં આ શિક્ષકનો મુખ્‍ય ભાગ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.શિક્ષક બાળકોને ભણાવવાના સ્‍થાને ગામના રાજકારણમાં રચ્‍યો પચ્‍યો રહી સભ્‍યોના ઘરે ઘરે જઈને અવિશ્વાસની દરખાસ્‍ત માટે સહી કરાવી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ડીડીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી તાત્‍કાલિક અસરથી આચાર્યની બદલી માટેની માંગ કરી હતી.
જોકે બાદમાં ડીડીઓ દ્વારા તમામ વર્ગખંડોમાં જઈને અને તમામ દસ્‍તાવેજોની, દરેક રજૂઆતના મુદ્દાઓ સંદર્ભે બે કલાક લંબાણપૂર્વક ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. અને તપાસના કાગળો સાથે લીધા હતા. જોકે ગ્રામજનો દ્વારા છેલ્લા બે વર્ષથી આચાર્ય સામે અવાર-નવાર લેખિત રજૂઆતો કરાય છે. પરંતુ તેમાં તપાસથી આગળ કોઈ જ કાર્યવાહી આચાર્ય સામે કરાઈ નથી હવે ગુનો દાખલ થયા બાદ ડીડીઓ સહિતના અધિકારીઓ હરકતમાં આવ્‍યા છે ત્‍યારે ગ્રામજનોને ન્‍યાય મળશે કે કેમ તે જોવું રહ્યું.

બાળકોને ભણાવવાનું મુકીને શિક્ષક રાજકારણ કરે છે

ઢોલુમ્‍બરના ઉત્તમભાઈના જણાવ્‍યાનુસાર અનિલભાઈ શિક્ષક તરીકે સભ્‍યોના ઘરે જઈને સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍તમાં સહી કરાવી મુખ્‍ય ભાગ ભજવેલો ગામમાં ભણાવવાનું મૂકીને પંચાત કરે ગામમાં વિખવાદ કરે તેવું મુખ્‍ય શિક્ષક કરે તે બિલકુલ ચલાવી લેવાય નહીં. અમે ડીડીઓ સમક્ષ તાત્‍કાલિક બદલી કરવાની માંગ કરી છે.

શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યને બચાવવાનો પ્રયત્ન

પૂર્વ સરપંચ મિઠ્ઠલભાઈના જણાવ્‍યાનુસાર શાળા સમયે ચાર રસ્‍તા પાસે જોવા મળતા મેં વિડીયો ઉતારવાની વાત કરતા આચાર્ય અનિલભાઈએ મારામારી કરી હતી. ગામમાં રાજકારણી હોય તેમ ફરી લોકોને ધમકાવે છે. અમે માહિતી માંગેલી છે. તે પણ એક વર્ષ વિતવા છતાં અમને મળેલ નથી તંત્ર માત્ર કાર્યવાહી ચાલુ છે. તેમ જણાવે છે અને શિક્ષણવાળા આચાર્યને બચાવવાનો પ્રયત્‍ન કરે છે.

ડીડીઓ કેવી તપાસ હાથ ધરશે?

ડીપીઈઓ અગ્રવાલના જણાવ્‍યાનુસાર ઢોલુમ્‍બર શાળાના આચાર્ય સામેની તમામ ફરિયાદો બાબતે આજે ડીડીઓ મેડમે જાતે તપાસ કરી હતી. અને આચાર્યએ એક બે દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવા જણાવેલ છે. ત્‍યારે તમામ હકીકતો તપાસ્‍યા બાદ મેડમ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

Related posts

તહેવારોમાં વેચાતા દેવી-દેવતાઓના ફોટાવાળા સામાન પર પ્રતિબંધ મૂકવા પારડી વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મામલતદાર અને પારડી નગપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયુ

vartmanpravah

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા ધરમપુરના માલનપાડા શ્રી રામેશ્વર માધ્‍યમિક શાળામાં ધાબળા વિતરણ કરાયા

vartmanpravah

વાપીપાલિકાના વોર્ડ નં.પના કોંગ્રેસી સભ્‍યએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ

vartmanpravah

Leave a Comment