January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દૂધની ગ્રામ પંચાયતની ‘સબ કી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત મળેલી ગ્રામ સભા : વિવિધ વિકાસના કામો ઉપર મંજૂરીની મહોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શનમાં ગરીબોના આર્થિક ઉત્‍થાન માટેના સતત પ્રયાસો અને માનવીય અને સંવેદન શીલ અભિગમના કારણે દાદરા નગર હવેલી જિલ્લામાં દૂધની ગ્રામ પંચાયતમાં આજે તારીખ 28/12/2021ના રોજ ‘સબ કી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ગ્રામ સભામાં ગ્રામ પંચાયતના સરપંચશ્રીના નેતૃત્‍વમાં ગામને વિકાસ માટે વર્ષ ર0રર-ર3ના ગ્રામપંચાયત એક્‍શન પ્‍લાન વિશે ગ્રામ જનોને માહિતગાર કરવામાં આવ્‍યા હતા. આ ગ્રામ સભામાં વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા એમના વિભાગ દ્વારા ચાલતી યોજના વિશે માહિતી આપી હતી. આ ગ્રામ સભામાં વિકાસ અને આયોજન અધિકારી દ્વારા ગામ જનોને જિલ્લા પંચાયત દ્વારા ચાલતી તમામ યોજના વિશે માહિતગાર કર્યા હતા. આ ગ્રામ સભામાં ગ્રામ જનોનો વિવિધ ક્ષેત્રે અભિપ્રાય અને નિરાકરણથી ગ્રામજનોમાં હર્ષનો માહોલ છવાય ગયો. વિકાસ અને આયોજન અધિકારી દ્વારા સ્‍વચ્‍છતા વિશે અને આવનાર દિવસોમાં ગ્રામ પંચાયતના દૂધનીને સ્‍વચ્‍છ ગ્રામ પંચચયતનું પુરસ્‍કાર મળે એ સદર્ભમાં ગ્રામ પંચાયતના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને ગ્રામ જનોને જાગૃત કર્યા અને સ્‍વચ્‍છતાના વિવિધ લાભો વિશે માહિતગાર કર્યા હતા. ભારત સરકારની યોજના ઈ-શ્રમિક અંતર્ગત લઘુ ઉદ્યોગોના કારીગરો, મજૂરો, ખેતકામના મજૂરો, બે-રોજગાર વગેરેને ઈ-શ્રમિક પોર્ટલ પર અમેની નોંધણી અંગે તમામ ગ્રામ જનોમાં જાગૃતિ આપી એમને આ મંચ પર એમની નોંધણી થાય એ અંગે તમામ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને અપીલ કરી હતી.
વિકાસ અને આયોજન અધિકારી દ્વારા ગ્રામ પંચાયતમાં ચાલતા પ્રધાન મંત્રી આવાસ યોજના અને સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત શૌચાલયના બાંધકામની સ્‍થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચન કરી ઝડપથીકામ પૂર્ણ કરવા અનુરોધ કર્યો. વિકાસ અને આયોજન અધિકારી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બંધાતા આવાસમાં શ્રમદાન કરી ગ્રામજનોમાં શ્રમદાન કરવા માટે એક પ્રેરણા શ્રોત બન્‍યા.

Related posts

વાપી ટાઉન પોલીસે ટુ-વ્‍હીલર ચોરતી-ખરીદતી ગેંગના છ આરોપી ઝડપી 3 વાહનો કબ્‍જે કર્યા

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં વોલ વારલી ચિત્રકલા પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

કપરાડા કુંભઘાટ નજીક લોખંડના સળીયા ભરેલ ટ્રક પલટી મારી : ડ્રાઈવર-ક્‍લિનરને સ્‍થાનિકોએ રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

vartmanpravah

Leave a Comment