Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા કુંભઘાટ નજીક લોખંડના સળીયા ભરેલ ટ્રક પલટી મારી : ડ્રાઈવર-ક્‍લિનરને સ્‍થાનિકોએ રેસ્‍ક્‍યુ કર્યા

કપરાડા કુંભઘાટ અકસ્‍માત ઝોન બની ગયો છે : વારંવાર ટ્રકો પલટી મારી જતા નિર્દોષના જીવ લેવાઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: કપરાડા નજીક કુંભઘાટ નાસિક રોડ ઉપર ઘાટમાં બ્રેક ફેઈલ થઈ જતા લોકંડના સળીયા ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. સર્જાયેલ ગંભીર અકસ્‍માતમાં ડ્રાઈવર-ક્‍લિનર ટ્રકમાં ફસાયા હતા. સ્‍થાનિકોએ કેબિન તોડી બન્નેનું રેસ્‍ક્‍યુ કર્યું હતું.
કપરાડા કુંભઘાટ જોખમી પર્વતિય ઢોળાવો વાળો રોડ હોવાથી સપ્તાહમાં એક-બે વાહનો પલટી મારી જવાની ઘટનાઓ નિરંતર બની રહી છે તેવીવધુ એક ઘટના આજે બુધવારે નાસિક રોડ કુંભઘાટ ઉપરથી ઉતરતી લોકંડના સળીયા ભરેલ ટ્રકની બ્રેક સિસ્‍ટમ ફેઈલ થઈ ગઈ હતી. ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને ટ્રકને રોડની એક સાઈડ અથડાવી હતી. જેમાં ટ્રક પલટી મારી ગઈ હતી. અલબત્ત અકસ્‍માતમાં ટ્રકની કેબિનમાં ડ્રાઈવર-ક્‍લિનર ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ઘટના સમયે ઉપસ્‍થિત રહેલા સ્‍થાનિકોએ કેબિન તોડી કાચ ફોડીને અંદર ફસાયેલા ડ્રાઈવર-ક્‍લિનરને રેસ્‍ક્‍યુ કરી બચાવી લીધા હતા. તેમજ સારવાર માટે મોકલી આપ્‍યા હતા. ઉલ્લેખનીય છે કે, કુંભઘાટ – કુંભઘાટ મટી અકસ્‍માત ઘાટ બની રહેલ હોવાથી વાહનોની પલટી મારી જતી ઘટનાઓમાં ક્‍યારેક નિર્દોષ મરી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત અને એલર્ટના કારણે જિલ્લામાં નવરાત્રી મહોત્‍સવ શાંતિપૂર્વક પૂર્ણ થયો

vartmanpravah

તળાવ બ્‍યુટીફિકેશન પ્રકરણમાં પરિયા ગામના સરપંચ ડિમ્‍પલબેન પટેલ બરતરફ

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

પારડી પોલીસ દ્વારા સર્વિસ રોડના વાહનો ખસેડાયા: છેલ્લા કેટલાક સમયથી થતી ટ્રાફિકની સમસ્‍યાનો અંત

vartmanpravah

વાપી બલીઠા ગ્રામ પંચાયત અને વાપી એનિમલ રેસ્‍ક્‍યુ ટીમ દ્વારા રખડતા જાનવરોમાં થતા લમ્‍પી વાયરસ અટકાવવા દવા ખવડાવાઈ

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા 300 જેટલાપૂરગ્રસ્‍ત પરિવારને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment