(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવસંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવમાં વોલ વારલી ચિત્રકલા પ્રવૃત્તિનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં ચિત્રકલાના શિક્ષક દિવ્યેશ ભંડારી દ્વારા કરાયું હતું. આદિવાસીઓના નાયક એવા બિરસા મુંડા કે જેવો સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસીઓના ઉત્કર્ષ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા ત્યારે જનજાતિય ગૌરવ દિવસ બિરસા મુંડાની જન્મ જયંતીના રૂપમાં ભારત સરકાર દ્વારા 2021 માં ઘોષિત કરવામાં આવી હતી. આદિવાસી સમુદાયોના બલિદાનને યાદ કરવા અને તેમની સાંસ્કળતિક વિરાસતોને પ્રોત્સાહન આપવા ભારત સરકારે બિરસા મુંડાની જન્મ જયંતીને આદિવાસી ગૌરવ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી હતી. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા દરેક શાળાઓમાં જનજાતિય ગૌરવ પખવાડા 2024 અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું હોય શાળામાં ધો.8 અને 9 ના વિદ્યાર્થીઓ દ્વારા વોલ વારલી ચિત્રકલા પ્રવૃત્તિ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસીઓ પૈકીની વારલી જાતિના લોકોની પરંપરાગત ચિત્રકલાને સરસ રીતે રજૂ કરી હતી. ગેરું વડે રંગાયેલ લીંપણવાળી ભીંત પર સફેદ રંગને ત્રિકોણ, ચોરસ, વર્તુળ જેવા પાયાના આકારોનો ઉપયોગ કરી સૂર્ય,ચંદ્ર, તારા, વૃક્ષ, પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્ય, નદીઓ, સરોવરો, પર્વત, નૃત્ય, લગ્ન, તહેવારોની ઉજવણી, ધાર્મિક પૂજા, ખેતીકામ જેવા પ્રસંગોનું નિરૂપણ કરતા ચિત્રો રજૂ કર્યા હતા.
