April 28, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની ધરપકડ કરી હોવાની માહિતી સાંપડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં હત્‍યાના પ્રયાસ અને લૂંટના પ્રયાસની ઘટના અંગેની ફરિયાદ નોંધાવા પામી હતી. જેમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. ગત તા 11એપ્રિલના રોજ ફરિયાદી રાજકુમાર વિદ્યાસીંગ સિકયુરીટી સુપરવાઈઝર પી.આર.પેકેજીંગ કંપની નરોલી જેઓ વહેલી સવારે ચારથી પાંચ વાગ્‍યાના સુમારેઅજાણ્‍યા પાંચ વ્‍યક્‍તિઓએ રણજીત કન્‍હૈયાલાલ યાદવ જે સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા તેઓ પર અચાનક હુમલો કર્યો હતો અને એમની પાસેથી પાંચ હજાર રૂપિયા લૂંટી લીધા હતા.
રણજીત ગંભીર રીતે ઘાયલ થયેલો હતો જેથી એને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્‍યો હતો. જ્‍યાં 20 દિવસ સુધી આઈસીયુમા રાખવામા આવ્‍યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી 307, 395, 34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીના માર્ગદર્શન હેઠળ એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઈ શ્રી મનોજભાઈ પટેલ, પીએસઆઇ શ્રી અનિલભાઈ ટી.કે., પીએસઆઈ જીગ્નેશ પટેલ અને એમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા આરોપીઓ નીતિન ઉર્ફે સિડવા કમલેશ બરફ (ઉ.વ.24) રહેવાસી અંકલાસ વિનોદ ઉર્ફે વીનકા ઉર્ફે બાજો લક્ષી સાલકર (ઉ.વ.23) રહેવાસી ઉમરકૂઇ, સુરેશ બાબુ સાલકર (ઉ.વ.41) રહેવાસી ઉમરકૂઇ, અશ્વિન લખમા વાઘ્‍યા (ઉ.વ.30) રહેવાસી તલાસરી, જયંતિ રૂપજી ખુલાટ (ઉ.વ.25) રહેવાસી લુહારી જેઓની 29 ડિસેમ્‍બરના રોજ ધરપકડ કરવામા આવી હતી. પૂછપરછ કરતા આરોપીઓએ કબુલ્‍યુ હતું ક, આ લૂંટના પ્રયાસમાં સામેલ હતા. આ ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહીછે.

Related posts

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

કપરાડા માંડવા પાસે સ્‍કૂલ બસના ડ્રાઈવર ઉપર ટ્રક ફળી વળતા સારવારમાં કરુણ મોત

vartmanpravah

વાપીની લીફ ધ વેગ્રો સ્‍કૂલમાં આયોજીત વેશભૂષા સ્‍પર્ધામાં દમણની બે બાળકીઓએ કરેલા માઁ પાર્વતી અને મહાકાળીના વેશ પરિધાને લોકોનું આકર્ષિત કરેલું ધ્‍યાન

vartmanpravah

અથાલથી ભિલાડ થઈ સુરત જઈ રહેલ પીઓપી બેગની આડમાં દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

ઉમેદવારી પત્રક ભરવા પહેલાં દાનહ અનેદમણ-દીવમાં પ્રારંભિક તબક્કે ત્રિ-પાંખિયા જંગના એંધાણઃ દમણ-દીવમાં 2019ની થિયરી રિપિટ થવાની અટકળ

vartmanpravah

વાપી ગુંજનમાં સોશિયલ મીડિયામાં સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવા કારના બોનેટ પર કરેલો સ્‍ટંટ બે યુવકને ભારે પડયો

vartmanpravah

Leave a Comment