January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

ડાંગ વિસ્‍તારમાં ભોળા આદિવાસીઓને લાલચ આપી ખ્રિસ્‍તી મિશનરીઓ દ્વારા કરાઈ રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30
ડાંગના સાપુતારા વિસ્‍તારમાં ખ્રિસ્‍તી મિશનરીઓ દ્વારા ભોળા આદિવાસીઓને લોભ-લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તેવા વટલાયેલા 251 જેટલા પરિવારોનું વિશ્વ હિંદુ પરિષદ અને સનાતની સંસ્‍થાઓ-સંતો દ્વારા તવલેગીરી નાગેશ્વર મંદિરમાં યોજાયેલ કાર્યક્રમમાં હિંદુ ધર્મમાં ઘર વાપસી કરાવાઈ હતી.
અખિલ ભારતીય સનાતન ધર્મ પરિષદના અધ્‍યક્ષ યોગેશદાસ બાપુ, કેન્‍દ્રીય સહમંત્રી ધર્મેન્‍દ્ર ભવાની, દ.ગુ. પ્રાંત તેમજ યશોદાદીદીની અધ્‍યક્ષતામાંયોજાયેલ કાર્યક્રમમાં વી.એચ.પી.ના રાષ્‍ટ્રિય હોદ્દેદારોની ઉપસ્‍થિતિમાં 251 જોડાઓને ફરી તુલસી પૂજન સાથે સંસ્‍કૃતિ દિક્ષા હિન્‍દુધર્મમાં ઘરવાપસી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લો એટલે જંગલોથી ઘેરાયેલો તેમજ મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજ વસવાટ કરી રહેલ છે. જ્‍યાં વર્ષોથી ખ્રિસ્‍તી મિશનરીઓ ભોળા ડાંગના આદિવાસીઓને લોભ-લાલચો આપી ધર્માન્‍તરણ કરાવી રહ્યા છે. જેના અનેકવાર વિવાદો પણ ઉભા થતા રહે છે. સાધુ-સંતો-મહંતોના સાનિધ્‍યમાં શાષાોક્‍ત વિધિમાં ખ્રિસ્‍તી બનેલા આદિવાસીઓને જયશ્રી રામના મંત્ર સાથે હિંદુ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્‍યો હતો.

Related posts

24 પુસ્‍તકોનું સર્જન કરનારપારડીના કવિયિત્રી પદ્માક્ષી પટેલનું કરાયું અદકેરું સન્‍માન

vartmanpravah

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને દમણની તમામ પંચાયતોએ આવકારી

vartmanpravah

ઉમરગામમાં માસુમ બાળા સાથે થયેલી દુષ્‍કર્મની ઘટના

vartmanpravah

પારડીમાં સતત વરસી રહેલા વરસાદને લઈ જૂની મામલતદાર પાસે ઝાડ ધરાશયી

vartmanpravah

Leave a Comment