October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

થ્રીડી ‘રાષ્‍ટ્રીય પોષણ મિશન’ના પ્રભારી સંધ્‍યા રાયના નેતૃત્‍વમાં અને પ્રદેશ પ્રભારી વિજ્‍યા રહાટકરની ઉપસ્‍થિતિમાં નાની દમણ સોમનાથ ડીઆઈએ હોલમાં કુપોષણમાંથી બહાર આવેલા બાળકોનો સન્‍માન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05
આજરોજ નાની દમણ સોમનાથમાં ડીઆઈએ હોલ ખાતે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ‘રાષ્‍ટ્રીય પોષણ મિશન’ના પ્રભારી શ્રીમતી સંધ્‍યા રાયના નેતૃત્‍વમાં અને પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરની ઉપસ્‍થિતિમાં કુપોષણમાંથી બહાર આવેલા બાળકોનોસન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ તા.05/01/2022ને બુધવારના રોજ દમણ જિલ્લાની સોમનાથ પંચાયતમાં, દાદરા નગર હવેલી દમણ-દીવ પ્રદેશના ‘રાષ્‍ટ્રીય પોષણ મિશન’ના પ્રભારી શ્રીમતી સંધ્‍યા રાયના નેતળત્‍વમાં પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકરની ઉપસ્‍થિતિમાં કુપોષણમાંથી બહાર આવેલા બાળકોનો સન્‍માન સમારોહ યોજાયો હતો.
આ અવસરે મિશનના પ્રભારી શ્રીમતી સંધ્‍યા રાયએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં રાષ્‍ટ્રીય પોષણ મિશનના નેતળત્‍વમાં બૂથ અને મંડલ સ્‍તરે તૈયારીઓ કરી જન્‍મના 1000 દિવસ સુધી બાળકોને પૌષ્‍ટિક આહાર મળવાથી ‘સ્‍વસ્‍થ બાળકથી સશક્‍ત ભારત’ના નિર્માણની વાત કહી હતી અને કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકરે કાર્યકરોમાં વિશ્વાસ વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, પ્રદેશ ભાજપ કાર્યકર વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વપ્‍નને બુથ લેવલે લઈ જશે અને તેમના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સહકાર અને અથાક પ્રયાસોઆ મિશનને સફળ બનાવશે.
પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરોને જરૂરી માહિતી આપી હતી અને કુપોષણમાંથી બહાર આવેલા બાળકો અને વાલીઓનું સન્‍માન કર્યું હતું.
આજનાકાર્યક્રમમાં દમણ-દીવ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ કન્‍વીનર અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, સોમનાથ સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલી, દમણ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી વર્ષિકાબેન પટેલ, શ્રીમતી રીનાબેન પટેલ, શ્રી નવિનભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી મહેશભાઈ અગરીયા, શ્રી આશિષ પટેલ અને મોટી સંખ્‍યામાં કાર્યકરો અને સ્‍થાનિક લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વંકાસ ભિલાડ સંજાણ રોડ ઉપરથી તલાસરીની દસ વર્ષની બાળકીની મળી આવેલી લાશ

vartmanpravah

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરીકોલેજના વિદ્યાર્થીઓનું મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે થયું સન્‍માન

vartmanpravah

રામ નવમીને લઈ પારડી પોલીસનું ફલેગ માર્ચ: ડી.વાય.એસ.પી., પી.આઈ. સહિત મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટાફ જોડાયા

vartmanpravah

નિરંકારી સેક્‍ટર-દમણમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 181 નિરંકારી ભક્‍તોએ ઉત્‍સાહપૂર્વક કર્યું રક્‍તદાન

vartmanpravah

Leave a Comment