
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06: દમણ અને તેમાં પણ મોટી દમણનો ફોર્ટ વિસ્તારે નવા સાજ-શણગાર સજી પોતાની એક નવી શોભા બનાવી છે. પ્રવાસીઓએ વિવિધ રંગોથી શોભાયમાન બનેલ મકાનો સાથે લીધેલી પોતાની સેલ્ફી દેશ-વિદેશમાં વટ પાડી રહી છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર દમણ ટ્રેન્ડ કરી રહ્યું છે. તેમાં એશિયાની સૌથી જૂની ગણાતી દમણ નગરપાલિકાના મકાનની છત ઉપર વરસાદથી બચવા પાથરેલા પ્લાસ્ટિકથી આખું સીન બગડી રહ્યું છે. દમણ નગરપાલિકા વરસાદમાં છત ઉપરથી ટપકતાં વરસાદનો કાયમી ઈલાજ કરી પોતાની સુંદરતામાં લાગી રહેલા ડાઘને દૂર કરે એવી લાગણી દેખાઈ રહી છે.
-તસવીરઃ રાહુલ ધોડી

