January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સ્‍કૂલ કોલેજ તથા સામાજિક સંસ્‍થાઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ, દ્વારા પ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પર્યાવરણને બચાવવા માટે વધુવૃક્ષો વાવોની નેમ સાથે દરેક વિદ્યાર્થીઓ એક એક છોડ રોપી તેનો ઉછેર કરે જેમાં પરિવાર પણ સહયોગ આપે અને દરેક નાગરિક પર્યાવરણ પ્રત્‍યે જાગૃત બને એ ઉદ્દેશ્‍યને લઈ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્‍સાહભેર શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોના સહયોગથી કરવામાં આવી હતી.
હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ જે આજના યુગના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી હુલાતા માનવી સમક્ષ પર્યાવરણની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. જો પર્યાવરણ માટે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો વાતાવરણને શુદ્ધ રાખવું મુશ્‍કેલ થઈ પડશે તેના માટે લોકજાગૃતિની સાથે દરેક નાગરિક પર્યાવરણ જાગૃતતાના કાર્યમાં સહભાગી બને સાથે જ વિદ્યાર્થીઓ પણ જાગૃત થાય તેવા ઉદ્દેશ્‍યથી શાળાના લગભગ 90 જેટલા બાળકોએ વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાના ચિત્રો અને સૂત્રો વગેરે પણ બનાવવામાં આવ્‍યા હતા. જે બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, ડાયરેક્‍ટર શ્રી શૈલેષ લુહાર, શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તથા શિક્ષક ગણો અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

પ્રશાસનિક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓએ દાનહના બેસદા, વાંસદા અને સિંદોનીના ત્રિજંક્‍શન ખાતે 1410 ફૂટના સૌથી ઊંચા શિખર પર ચડીને રાષ્ટ્રધ્‍વજ ફરકાવ્‍યો

vartmanpravah

ગુમ થયેલ પુત્રનું માતા પિતા સાથે મિલન કરાવતા પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

દમણની બદલાઈ રહેલી શકલ અને સૂરતઃ કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી લાગેલા ડેકોરેટિવ પોલ અને લાઈટથી બદલાયેલો નઝારો

vartmanpravah

દાનહમાં અફવાને કારણે પોસ્‍ટ ઓફિસ સામે મહિલાઓની જામેલી ભીડ

vartmanpravah

Leave a Comment