October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમનું દમણ જિલ્લા ભાજપે કરેલું સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05
દમણ જિલ્લા ભાજપ કાર્યાલય-નાની દમણ ખાતે દમણ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમ માટે સ્‍વાગત સમરોહ રાખવામાં આવ્‍યો હતો. જેમાં સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર, પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર, પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, દમણ-દીવ સાંસદ શ્રી લાલુભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં દમણ જિલ્લાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ જિલ્લા ટીમની સાથે પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમનું સ્‍વાગત કર્યુ હતું.
આ સ્‍વાગત સમારોહમાં પ્રદેશ કમિટીના નવનિયુક્‍ત ટીમના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી હિતેશ લાડ, શ્રી નવિનભાઈ પટેલ, શ્રી મહેશ અગરિયા, શ્રી પ્રિયાંકપરમાર, શ્રીમતી ભારતીબેન હળપતિ, સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર, મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, શ્રી મહેશ ગાવિત, સચિવ શ્રી ગીતાબેન પટેલ, શ્રી ઉદય સેનવાને, હિનાબેન સોલંકી, શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, અનિલ દિક્ષિત, કોષાધ્‍યક્ષ શ્રી વિરેન્‍દર રાજપૂરોહિત, સહ કોષાધ્‍યક્ષ રજનીકાંત ટંડેલ, પ્રવક્‍તા તેજસ ડોડિયા, સોશિયલ મીડિયા સંયોજક શ્રી આશિષ પટેલ, આઈ.ટી.સંયોજક શ્રી રામકૃષ્‍ણ દેસાઈનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
ભાજપ દમણ જિલલા ટીમથી મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટ, શ્રી વિમલ પટેલ, ઉપ પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, શ્રી બળવંત યાદવ, શ્રીમતી રૂક્ષ્મણીબેન, મંત્રી શ્રી કિરીટભાઈ દમણિયા, સુનીતા રેડ્ડીએ પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમનું સ્‍વાગત કર્યુ હતું. આ અવસરે નવી પ્રદેશ કમિટી તરફથી મહામંત્રી શ્રી મહેશ ગાંવિતે દમણ ભાજપ જિલ્લા ટીમનો આભાર માન્‍યો હતો.

Related posts

ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય કેન્‍સર જાગૃતિ દિવસ નિમિત્તે દાનહમાં રક્‍તદાન શિબિર શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે કારનો પીછો કરી 250 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍તો પકડયો

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન હાથધરાયું

vartmanpravah

વલસાડ સીટીમાં મેગા ડિમોલિશનનો આરંભ : પાલિકા અને પોલીસે કમર કસી

vartmanpravah

વલસાડ જિલ્લા સંત સમિતિની રચના : હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

વાપી હાઈવે ઉપર ડ્રાઈવરને ઝોકું આવી જતા લક્‍ઝરી બસ પલટી મારી ગઈ : બે મુસાફરના મોત, છ ઘાયલ

vartmanpravah

Leave a Comment