October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

વલસાડ જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ, એક જ દિવસમાં71 પોઝિટિવ કેસ નોંધાયાઃ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સંક્રમિત: એક સાથે અધધ.. કેસ વધી જતાં તંત્રની ઊંઘ હરામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
આખરે જેનો ડર હતો તેવી સ્‍થિતિ નિર્માણ થઈ ચુકી છે. વલસાડ જિલ્લામાં આજે બુધવારે અધધ.. 71 જેટલા કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતા વહીવટી અને આરોગ્‍ય તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ નોંધાયો છે.
વલસાડ જિલ્લામાં કોરોનાનો સર્વોચ્‍ચ સ્‍કોર આજે બુધવારે નોંધાયો છે. જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં 71 જેટલા નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્‍યા છે. જે જિલ્લા માટે લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યા છે ત્રીજી લહેર આવશે નહીં આવી જ ગઈ છે સમજો.
આજે સંક્રમિત જાહેર થયેલા દર્દીઓમાં ગુજરાતના પાણી પુરવઠા મંત્રી અને કપરાડાના ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્‍યો છે. બીજી તરફ રાતોરાત કોરોના કેસોમાં વધારો આવતા વહીવટી તંત્ર અને આરોગ્‍ય વિભાગની ઊંઘ હરામ થઈ ચૂકી છે અને જિલ્લા માટે નવો પડકાર ઉભો થઈ ગયો છે. કોરોના ગાઈડ લાઈનનો અમલ એક માત્ર ઉપાય છે. નહીંતર સ્‍થિતિ ગંભીર થતાં વાર નહીં લાગે.

Related posts

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

vartmanpravah

ધરમપુરના વાંસદાજંગલ ગામે પતિની પ્રેમીકાનું ઢીમ ઢાળવા નિકળેલી પત્‍નીએ ભૂલથી પ્રેમીકાની માતાની હત્‍યા કરી પોતે આપઘાત કરીલીધો

vartmanpravah

દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ શર્માની WEST ઝોન ઈન્‍ટુકના પ્રભારી તરીકે નિમણૂક

vartmanpravah

વલસાડ પોસ્ટ વિભાગની નવી પહેલ, પેન્શનધારકોનું જીવન પ્રમાણપત્ર હવે ઘર બેઠા બનશે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

વલસાડ સુગર ફેક્‍ટરી નજીક દશથી વધુ દુકાનોમાં આગ લાગી : ચારઈસમો ઘાયલ

vartmanpravah

Leave a Comment