(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપી ડેપોમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયત વલસાડ કારોબારી અધ્યક્ષ શ્રી મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આજરોજ સ્વચ્છ યાત્રાની શરૂઆત વાપી ડેપોથી કરવામાં આવી હતી. જેમાં વાપી ડેપો મેનેજર જયદીપ માહલા, વાપી ડેપોના સ્ટેન્ડ ઈન્ચાર્જ ધનસુખ પટેલ, જુનિયર આસી. રજની પટેલ, ટ્રાફિક કન્ટ્રોલર તેમજ વાપી ડેપોના ડ્રાઈવર કંડક્ટર ભાઈ-બહેનો ઉપસ્થિત રહી આજે એસ.ટી. વિભાગના તમામ કર્મચારીને સ્વચ્છ યાત્રામાં મુસાફરને કઈ રીતે જાહેર ક્ષેતમરાં ગંદકી ન કરવાની સમજ પણ આપી ડસ્ટબિનમાં જ કચરો નાંખવાની ટેવ પાડી સહુને સ્વચ્છતામાં સહકાર આપવાની સમજ આપવાનું અભિયાન બે મહિના સુધી ચલાવાનું જણાવ્યું છે.
