January 17, 2026
Vartman Pravah
Other

દમણ જિલ્લા પ્રશાસને કોરોનાના વધતા પ્રસારને રોકવા નોડલ ઓફિસરો અને ઇન્‍સિડન્‍ટ કમાન્‍ડરોની ટીમનું કરેલું ગઠન

નોડલ ઓફિસર તરીકે આશિષ મોહન, મોહિત મિશ્રા અને અરુણ ગુપ્તાની જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરેલી નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06
દમણ જિલ્લામાં કોરોનાના વધી રહેલા પ્રસારને રોકવા માટે જિલ્લા પ્રશાસને ત્રણ નોડલ ઓફિસર અને 1ર ઈન્‍સિડન્‍ટ કમાન્‍ડરની ટીમનું ગઠન કર્યુ છે. નોડલ ઓફિસરોને તેમની સાથે સુપરવાઈઝીંગ ટીમ પણ આપવામાં આવી છે જેના કારણે કન્‍ટેઈનમેન્‍ટ વિસ્‍તારની તારવણી, અમલ અને તેને સંબંધિત પ્રવૃત્તિ થઈ શકે. તદુપરાંત કન્‍ટેઈનમેન્‍ટ વિસ્‍તારમાં ડિસઈન્‍ફેક્‍શન તથા ભોજન અને જીવન આવશ્‍યક ચીજવસ્‍તુઓની સપ્‍લાય સરળતાથી થઈ શકશે અને જાહેર સ્‍થળો પર ફેસ માસ્‍ક વગર ફરતા અને સોશિયલ ડિસ્‍ટન્‍સ નહી જાળવનારાઓને પેનલ્‍ટી પણ લગાવી શકાશે.
નાની દમણ ગ્રામ્‍ય વિસ્‍તારના જિલ્લા પંચાયત વિસ્‍તાર ભીમપોર, મરવડ, કડૈયા, સોમનાથ, ઘેલવાડ, આટિયાવાડ, દુણેઠા,કચીગામ, વરકુંડ અને દાભેલ વિસ્‍તારના નોડલ ઓફિસર તરીકે દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહનની વરણી કરવામાં આવી છે અને સુપરવાઈઝીંગ ટીમમાં દમણના બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણા અને તેમની સાથે પંચાયતના જે.ઈ. સેક્રેટરી અને એમટીએસની ટીમ આપવામાં આવી છે.
દમણ નગર પાલિકા વિસ્‍તારમાં ચીફ ઓફિસર શ્રી અરુણ ગુપ્તાને નોડલ ઓફિસર અને તેમની સાથે દમણ ન.પા.ના યુડીસી શ્રી આનંદ નાયર તથા એલડીસી, સુપરવાઈઝર અને એમટીએસની ટીમ તૈનાત કરી છે.
મોટી દમણના ગ્રામ્‍ય વિસ્‍તારો પરિયારી, દમણવાડા, મગરવાડા અને પટલારાના નોડલ ઓફિસર તરીકે ડેપ્‍યુટી કલેક્‍ટર(હે.ક્‍વા) શ્રી મોહિત મિશ્રાની વરણી કરી તેમની સાથે સુપરવાઈઝીંગ ટીમના મામલતદાર શ્રી સાગર ઠક્કર અને તલાટી, એલડીસી અને એમટીએસ રેવન્‍યુ તથા વેટરનરી ઓફિસર ડો. વિજય પરમારને સામેલ કરાયા છે.
નાની દમણ નગર પાલિકા વિસ્‍તારના ઈન્‍સિડન્‍ટ કમાન્‍ડર તરીકે નગર પાલિકા એન્‍જિનિયર શ્રી કેયુર પટેલ, મોટી દમણ નગર પાલિકાના ઈન્‍સિડન્‍ટ કમાન્‍ડર તરીકે દમણ ન.પા.ના ડ્રાફટસમેન શ્રી રાકેશ રાઠોડ, દમણવાડાના ઈન્‍સિડન્‍ટ કમાન્‍ડર તરીકે જિલ્લા પંચાયતના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી બી.કાનન, મગરવાડા, પટલારા માટે વિદ્યુત વિભાગના જે.ઈ. શ્રી મેહુલ ટંડેલ,ભીમપોર માટે શ્રી સૌનક મુખરજી, મરવડ,કડૈયા માટે શ્રી મણીલાલ ડી.પટેલ, સોમનાથ માટે શ્રી ભૂપેન્‍દ્ર ઈનામદાર, ઘેલવાડ માટે સંદિપ ટંબોલી, આટિયાવાડ અને દાભેલ માટે શ્રી ધર્મેન્‍દ્ર એસ.જાદવ, કચીગામ માટે શ્રી ભર્તેશ સોલંકી, વરકુંડ માટે શ્રી સુધિર પાંડે અને દુણેઠાના ઈન્‍સિડન્‍ટ કમાન્‍ડર તરીકે આરએફઓ શ્રી કે.એસ.ગાયકવાડની નિયુક્‍તિ કરી છે.

Related posts

વિલેજ એડોપ્‍શન કાર્યક્રમ અંતર્ગત સેલવાસના રાંધામાં નમો મેડિકલ કોલેજ દ્વારા યોજાઈ મેગા આરોગ્‍ય શિબિર

vartmanpravah

દાનહના પોર્ટુગલ શાસનથી મુક્‍તિના સંદર્ભમાં લખાયેલ પુસ્‍તક ‘અપ રાઈઝિંગ ધ લીબરેશન ઓફ દાદરા નગર હવેલી’નું નવી દિલ્‍હીમાં વિમોચન કરાયું

vartmanpravah

લોકસભા ચૂંટણી સંદર્ભે દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં 79 કેસોનો કરાયેલો નિકાલઃ 1,38,76,915.7 રૂપિયાનીકરાયેલી રિક્‍વરી

vartmanpravah

મોદીની ગેરંટી એટલે કામ પૂર્ણ થવાની ગેરંટી + છેલ્લા 10 વર્ષમાં દમણ-દીવ અને દાનહનો ભવ્‍ય અને ઐતિહાસિક થયેલો વિકાસઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

દાનહની કંપનીઓમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત મસાટ ખાતેની દાલમિયા પોલી પ્રો પ્રાઈવેટ લિ. કંપનીમાં બુધવારે મળસ્‍કે લાગેલી ભીષણ આગ

vartmanpravah

Leave a Comment