Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભા ચૂંટણી સંદર્ભે દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

દાનહ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર શિવસેનાને છોડી ભાજપમાં જોડાયા છે, અને હવે પછી ક્‍યાં જશે?, લોકોને મૂંઝવતો પ્રશ્નઃ કોંગ્રેસના ઉમેદવાર અજીતભાઈ માહલા

શિવસેના સાંસદ અને ભાજપ એકબીજા વિરુદ્ધ લડતા હતા, આજે બંને એક થઈ ગયા છે, પરંતુ જનતાને વધુ બેવકુફ બનાવી શકાય નહીં, જનતા બધું જ જાણે છેઃ મહેશભાઈ શર્મા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : દાદરા નગર હવેલીમાં લોકસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કર્યા બાદ આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પત્રકાર પરિષદને સંબોધતા દાનહ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રમુખભાઈ મહેશ શર્મા અને લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી અજીતભાઈ માહલાએ ભારતીય જનતા પાર્ટી ઉપર અને હાલમાં શિવસેના છોડી ભાજપમાં સામેલ થયેલા વર્તમાન સાંસદ અ7ને ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે દાનહ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
દાનહ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રીએ જણાવ્‍યું હતું કે, આ લોકસભાની ચૂંટણી બેદાગ અને દાગી લોકોવચ્‍ચેની લડાઈ છે. જેમાં કોંગ્રેસે સારા ઉમેદવારની પસંદગી કરી છે. શ્રી શર્માએ જણાવ્‍યું હતું કે, વર્ષ 2009 અને 2014માં ભાજપ તરફથી ઉમેદવાર શ્રી નટુ પટેલ ચૂંટણી લડયા હતા ત્‍યારે તેમની સામે કોંગ્રેસ તરફથી સ્‍વ. મોહનભાઈ ડેલકર ચૂંટણી લડયા હતા, ત્‍યારે તેઓ 6 ટર્મના સાંસદ હતા અને સક્ષમ નેતા હતાં છતાં પણ તેઓ હાર્યા હતા. એટલે આ વિસ્‍તારમાં શક્‍તિશાળી નેતા હોવું એ મહત્‍વનું નથી, પરંતુ જે જનતાના મુદ્દાઓને લઈ જનતા વચ્‍ચે જઈ રહ્યા છે, જે બેદાગ છે તે મહત્‍વનુ છે.
શ્રી મહેશભાઈ શર્માએ ભાજપ અને ડેલકર પરિવાર પર પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે, તેઓ આ ચૂંટણીમાં અનેક મુદ્દાઓ લઈને જનતા વચ્‍ચે જશે. જેમાં પાંચ વર્ષ સુધી જે ભાજપે ડેલકર પરિવાર વિરુદ્ધ હપ્તા વસૂલી કરવાના, આદિવાસીઓનું શોષણ કરવાના, લોકોને ધમકાવવાના આક્ષેપો કરતા હતા એ જ ભાજપે આજે ડેલકર પરિવારને ટિકિટ આપી ભાજપના ઉમેદવાર જાહેર કરી દીધા છે. શિવસેના સાંસદ અને ભાજપ એકબીજા વિરુદ્ધ લડતા રહ્યા, બોલતા રહ્યા આજે બંને એક થઈ ગયા છે. પરંતુ જનતાને વધુ બેવકુફ બનાવી શકાય નહીં. જનતા બધું જ જાણે છે. કોંગ્રેસ દ્વારા જે પાંચ ન્‍યાય યોજના અમલમાં લાવવાની વાત કહી છે તે મુદ્દાઓ લઈ અમારા ઉમેદવાર અને કાર્યકરો જનતા સમક્ષ જશે. જનતાસમજદાર છે, અંડર કરંટ છે. એટલે આ ચૂંટણીમાં કોંગ્રેસ જરૂર જીત મેળવશે તેવો વિશ્વાસ શ્રી શર્માએ વ્‍યક્‍ત કર્યો હતો.
દાનહ લોકસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી અજિત માહલાએ જણાવ્‍યું હતું કે, અમે ઘરે ઘરે ગામે ગામ જઈ ચૂંટણી પ્રચાર કરીશું. લોકોને સમજાવીશું અને જે પાંચ ન્‍યાયના મુદ્દા છે તેની વિસ્‍તૃત જાણકારી આપીશું. આવનારા દિવસો કોંગ્રેસના છે, કોંગ્રેસ પાર્ટી પાસે ગરીબી, બેરોજગારી, નોકરી, જંગલ જમીનના પ્રશ્નો જેવા મુદ્દાઓ છે જે બાબતે લોકોને જાગૃત કરશે. જ્‍યારે શ્રીમતી કલાબેન ડેલકર તેમના સાંસદ કાળના પાંચ વર્ષમાં ક્‍યારેક કોઈ ગામડામાં ગયા નથી, તેવો આક્ષેપ કરતા શ્રી અજિતભાઈ માહલાએ જણાવ્‍યું હતું કે કોંગ્રેસ ગામે ગામ જઈ લોકોને તેમની વિચારધારા જણાવશે. શ્રીમતી કલાબેન ભાજપના ઉમેદવાર જાહેર થયા એ પહેલા શિવસેનામાં હતા. હવે ભાજપના થયા છે, ત્‍યારબાદ ફરી તેઓ ક્‍યાં જશે તેનો ભરોસો નહીં. અને એટલે જ લોકોને તેમના ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. જ્‍યારે કોંગ્રેસમાં વચનબધ્‍ધ છે તેથી કોંગ્રેસ પાર્ટી હંમેશા લોકોની સાથે જ રહી છે અને રહેશે.

Related posts

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

પારડી હાઈવે પર કન્‍ટેનરે રીક્ષાને ટક્કર મારતા ત્રણ પેસેંજર ઘાયલ

vartmanpravah

યુઆઈએની પંદર એક્‍ઝિકયુટિવ કમિટી માટે યોજનારી ચૂંટણી જંગમાં 34 સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી : બેપેનલ વચ્‍ચે ખરાખરીના જંગના એંધાણ

vartmanpravah

વાપીમાં સાન્‍દ્રાબેન શ્રોફ નર્સિંગ કોલેજ દ્વારા આંતર કોલેજ સ્‍પોર્ટ્‌સ ટૂર્નામેન્‍ટનું પ્રથમવાર આયોજન

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપની અલ્પકાલીન વિસ્તાર યોજનાનો પ્રારંભ

vartmanpravah

વાપી છરવાડામાં પૈસાનો વરસાદ વરસાવી કહી રૂા.1.62 લાખની ઠગાઈ : બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ

vartmanpravah

Leave a Comment