Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ જિલ્લામાં કોરોના ડેન્‍જર ઝોનમાં શુક્રવારે અધધ… 142 નવા પોઝિટિવ કેસો

છેલ્લા સાત દિવસમાં 402 કેસ નોંધાયા : નવી ગાઈડલાઈનનો અમલ 31 જાન્‍યુઆરી સુધી ધો.1 થી 9 ના ઓફલાઈન વર્ગ બંધ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વલસાડ જિલ્લામાં કોરોના વાયરસનો બોમ્‍બ ફાટયા જેવી સ્‍થિતિ નિર્માણ પામી ચૂકી છે. શુક્રવારે જિલ્લામાં કોરોના એ ડેન્‍ઝર ઝોનમાં પ્રવેશી ચૂક્‍યો છે. 142 નવા સંક્રમિત પોઝિટિવ નોંધાતા જિલ્લાની સ્‍થિતિ હવે ચિંતાજનક બની ચૂકી છે. આ સપ્તાહમાં 402 જેટલા પોઝિટિવ કેસ નવા નોંધાયા છે.
વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યમાં કોરોનાનુ વધી રહેલ સંક્રમણને ધ્‍યાને લઈ રાજ્‍ય સરકારે નવી માર્ગદર્શિકા પણ આજે જાહેર કરી દીધી હતી. તેમાં મહત્ત્વનો નિર્ણય એ લેવાયો છે કે આગામી 31 જાન્‍યુઆરી સુધી ધો.1 થી 9 ના ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવ્‍યું છે જ્‍યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. 10 શહેરોમાં 10 થી 6 વાગ્‍યા સુધી કર્ફયુ, દુકાનો બજાર રાત્રે 10 વાગ્‍યા સુધી ચાલુ રાખી શકાશે. હોટલ રેસ્‍ટોરન્‍ટ 75 ટકા ક્ષમતા સાથે 10 વાગ્‍યા સુધી હોમ ડીલેવરી 11 વાગ્‍યા સુધી કરી શકાશે. સામાજીક પ્રસંગોમાં 400ની મંજૂરી, અંતિમ ક્રિયામાં 100ની મંજૂરીતેમજ સિનેમા, જીમ, સ્‍વિમીંગ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. વલસાડ જિલ્લામાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢતું રહ્યું ને કોરોનાએ માઝા મુકી દીધી છે ત્‍યારે સરકારે નહી પણ હવે (સ્‍વ) પોતાએ જ કાળજી રાખવી એ જ અંતિમ ઉપાય રહ્યો છે.

Related posts

પારડી હાઈવે ખડકી બ્રિજ પાસે રીક્ષા-બાઈક વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

વલસાડ નગરપાલિકાના તત્‍કાલીન એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ચૌહાણે લાંચ પ્રકરણમાં કરેલી રેગ્‍યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

vartmanpravah

દમણ એરપોર્ટથી કાર્યક્રમ સ્‍થળ સુધી ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના સન્‍માન માટે કાર્યકરોમાં જામેલી હોડ

vartmanpravah

દમણ બાલ ભવન દ્વારા આયોજિત જુનિયર ડાન્‍સ ગ્રુપ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા ડાભેલના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા-વંચિત જુથના બાળકોને ધો.૧માં પ્રવેશ માટે તા.૧૪ થી ૨૬ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

vartmanpravah

Leave a Comment