Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

કુલ ૫૪૩ ટીમમાં ૧૦૮૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો

સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ, કોન્વેન્ટ સ્કૂલ અને ઉમરગામની મહેતા સ્કૂલના વિદ્યાર્થી વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૩: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેકટર શ્વેતાબેન અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સમગ્ર વલસાડ જિલ્લાની દરેક શાળાઓ એક સાથે મળીને ક્વિઝ રમે તેવી વ્યવસ્થા ઓનલાઈન ગૂગલ ફોર્મ પર યોજાઈ હતી. જેમાં ક્વિઝ માસ્ટર તરીકે વલસાડનાં ટ્રેનર દીપેશ શાહ દ્વારા માહિતી પૂરી પાડી અને ઓનલાઈન ક્વિઝ કોમ્પિટીશન રમાડવામાં આવી હતી.
આ સ્પર્ધામાં કુલ ૫૪૩ ટીમોમાં ૧૦૮૬ વિદ્યાર્થીઓ રમ્યા હતા. દરેક તાલુકામાંથી પ્રથમ પાંચ ટીમોને વલસાડ શહેરની ગાંધી લાઈબ્રેરી ખાતે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ ડેપ્યુટી કલેકટર શ્વેતાબેન પટેલ, વલસાડ નગરપાલિકાનાં ઇજનેર હિતેશ પટેલ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા. બીજા રાઉન્ડમાં ઓનલાઈન અને ઓફ્લાઇન સવાલ જવાબો દ્વારા ક્વિઝ દીપેશ શાહ દ્વારા રમાડવામાં આવી હતી. જિલ્લા કક્ષાના વિજેતા તરીકે વાપી સલવાવ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળનાં તીર્થ પટેલ અને ઉત્તમ ટાંક રહ્યા હતા. બીજા ક્રમે વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલનાં જશ કનોજીયા અને યુવરાજ ધનાંની રહ્યા હતા. ત્રીજા ક્રમે ઉમરગામ તાલુકાની એમ. કે. મહેતા શાળાનાં વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા. આ સર્વેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર ક્વિઝને વખાણવામાં આવી હતી.

Related posts

ચીખલીના વંકાલ ગામે તળાવમાં પાણી સુકાતા આગેવાનો દ્વારા તળાવમાં પાણી છોડવા અંબિકા વિભાગને આવેદનપત્ર અપાયું

vartmanpravah

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

પારડીના કિકરલા ગામે બાઈક ચાલકે શ્રમિકને ઉડાવ્યો

vartmanpravah

સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અજય દેસાઈ દ્વારા નરોલી રોડ ઉપરના એક ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા સી.ઓ.ને કરાયેલી રજૂઆત

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 62મા મુક્‍તિ દિવસની ઉત્‍સાહ અને ઉમંગથી કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

Leave a Comment