October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાલઘરના મનોર ખાતે ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો હુમલો

પગની પિંડી ખાઈ જતા યુવકને સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાના મનોર ખાતે સાયલન્‍ટ હોટલ પાસેની ખાડીમાં શાર્ક દ્વારા એક યુવક પર હુમલો કરીપગની પિંડી ખાઈ જતા ચકચાર મચી ગઇ છે. માછીમારી કરવા ગયેલા યુવક પર શાર્કના હુમલા બાદ ઘાયલ યુવકને પ્રથમ સ્‍થાનિક હોસ્‍પિટલમાં અને ત્‍યાર બાદ વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો છે. યુવક પર એટેક કરનાર શાર્કને સ્‍થાનિક લોકોએ પકડી પાડી છે. યુેવક પર હુમલો કરનાર શાર્કનુ વજન 200 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્‍યું છે.
જાણવા મળતી વિગતો મુજબ 32 વર્ષીય વિક્કી ગોવારી નામનો યુવક ખાડીમાં માછલી પકડવા ગયો હતો. તે વખતે અચાનક એક મોટી શાર્કે હુમલો કર્યો હતો. આ હુમલામાં શાર્કે યુવકના પગ અને ઘૂંટણની વચ્‍ચે પિંડીના ભાગે ધારદાર દાંત બેસાડી માંસનો લોચો કાપી તે ખાઈ ગઈ હતી. મંગળવારે સાંજે બનેલી આ ઘટનાની જાણકારી સ્‍થાનિક લોકોને મળતા ચકચાર મચી ગઇ હતી.
ઘાયલ યુવકને સ્‍થાનિકોએ પોલીસની મદદથી હોસ્‍પિટલ ખસેડયો હતો. તેમજ ખાડી કાંઠે એકઠા થઇ જાળ વડે શાર્કને પકડી પાણીમાંથી બહાર કાઢી હતી. શાર્કનું વજન અંદાજે 200 કિલોગ્રામ હોવાનો અંદાજ છે. જેને જોઈ સ્‍થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ તરફ મનોર પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઘાયલ યુવકને સ્‍થાનિક હોસ્‍પિટલમાં લઈ જવાયો હતો. જ્‍યાંથી વધુ સારવારમાટે સેલવાસની વિનોબા ભાવે હોસિપટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

Related posts

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં 10મા આંતરરાષ્‍ટ્રીય યોગા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોના જાતિય સતામણી અંગે કાયદાકીય તાલીમ યોજાયો

vartmanpravah

મોટી દમણ જમ્‍પોર બીચ ખાતે ચાર તરૂણીઓના ડૂબી જતા મોત

vartmanpravah

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

vartmanpravah

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરેલી અભદ્ર ટિપ્‍પણીનો દમણ ભાજપ અને અન્‍ય મહિલા સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો

vartmanpravah

દાનહના કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડે ભારતીય રેલવેના જનરલ મેનેજર અનુ ત્‍યાગીની મહત્‍વની બેઠક

vartmanpravah

Leave a Comment