(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દાનહમાં નવા 08 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 26 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 5921 કેસ રીકવર થઇ ચૂકયા છે. અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 683 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી 08 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ એન્ટિજન 186 નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ નહી આવતા પ્રદેશમાં આજરોજ કુલ 08 રિપોટ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં પ્રદેશમાં કુલ 08 પ્રદેશમાં કન્ટાઈન્ટમેન્ટ ઝોન નક્કી કરાયું.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું રસીકરણ કરવામાં આવ્યું હતુ઼. જેમા આજે 3414 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે -દેશમા -થમ ડોઝ 428222 અને બીજો ડોઝ 294410 વ્યક્તિઓને આપવામા આવ્યો છે કુલ722632 લોકોને વેક્સીન આપવામા આવી છે.