Vartman Pravah
Breaking Newsઉમરગામ

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

365 થી વધુ બોટલ રકત એકત્રિત કરી માનવતાનુ રજૂ કરેલું ઉત્તમ ઉદાહરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07
આજરોજ સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનના સભાખંડમાં સ્‍વ. એન આર અગ્રવાલજીની 11મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિર આયોજન કરવામાં આવ્‍યું હતું.
એસઆઇએ તેમજ ગાયત્રી શક્‍તિ પેપર બોર્ડ લિમિટેડ અને એન.આર.અગ્રવાલ લિમિટેડના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત રક્‍તદાન શિબિરમાં 365થી વધુ બોટલો રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું છે. રક્‍તદાન શિબિરમાં લાયન્‍સ બ્‍લડ બેન્‍ક, હરિયા બ્‍લડ બેન્‍ક અને રેડ ક્રોસ બ્‍લડ બેંકના કર્મચારીઓએ દાક્‍તરી સેવા આપી હતી. કેમ્‍પનો પ્રારંભ સવારના 9.30 કલાકે કરવામાં આવ્‍યો હતો. જે સાંજના પાંચ વાગ્‍યા સુધી ચાલ્‍યો હતો.
આ કાર્યક્રમમાં એસ.આઈ.એ.ના પ્રમુખ શ્રીવી.ડી.શિવદાશન, પૂર્વ પ્રમુખ શ્રી શિરિષભાઈ દેસાઇ, સોશિયલ કમિટીના ચેરમેન શ્રી બી.કે.દાયમા, સેક્રેટરીશ્રી સમીમભાઈ રીઝવી, સહમંત્રીશ્રી સેહુલભાઈ પટેલ, ખજાનજી શ્રી કિશોરભાઈ ગજેરા, શ્રી હેમંતભાઈ મંડોલી, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સજજનભાઈ મુરારકા, શ્રી આનંદ પટેલ, શ્રી જયંતીલાલ દામા તેમજ ગાયત્રી શક્‍તિ પેપર બોર્ડ લિમિટેડ કંપનીના કર્મચારી શ્રી વિનય પરાસર, એન આર અગ્રવાલ કંપનીના કર્મચારી શ્રી હેમાંગભાઈ નાયક સહિત અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

‘સચ્‍ચે કો ચુને, અચ્‍છે કો ચુને’ના નારા સાથે દમણ-દીવ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ચૂંટણી પ્રચારનો આરંભ

vartmanpravah

વલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્‍થો રૂરલ પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

દાદરા નગર હવેલીની મુક્‍તિના 70મા વર્ષે આત્‍મમંથન

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમનો આરંભ

vartmanpravah

Leave a Comment