April 28, 2024
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ-જયંતિની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12
આજે તા.12 જાન્‍યુઆરી,2022ને બુધવારના રોજ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા, દીવમાં શાળાના પ્રાચાર્ય શ્રી ડી.ડી. મન્‍સૂરીના માર્ગદર્શન તેમજ પ્રભારી પ્રાચાર્ય શ્રી આર.કે. સિંહના નેતૃત્‍વ હેઠળ કોરોનાની ગાઈડ-લાઈનનાં નિયમોનું પાલન કરીને શાળામાં ‘‘સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ-જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમનો શુભારંભ શાળાનાં વરિષ્‍ઠ શિક્ષક ગ્રેડ-1 શ્રી અમીન મામદાની, શ્રી વિજય બામણિયા તેમજ શ્રી ગજાનંદના હસ્‍તે સ્‍વામી વિવેકાનંદની તસવીર સામે દીપ-પ્રાગટય તેમજ પુષ્‍પાંજલિ દ્વારા કરવામાં આવ્‍યો હતો.
ત્‍યારબાદ શાળાનાં શિક્ષિકા આરાધના બહેન સ્‍માર્ટે ‘‘સ્‍વામી વિવેકાનંદજીનાં જીવન-કવન અને જીવન-પ્રસંગોનો વિસ્‍તૃત પરિચય આપીને આજના રાષ્‍ટ્રીય યુવાધનને પ્રેરિત અને પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ સાથે સ્‍વામી વિવેકાનંદનાં જન્‍મદિનને ‘‘રાષ્‍ટ્રીય યુવા-દિન” તરીકે શા માટે ઉજવવામાં આવે છે તેના વિશે પણ શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું મંચ-સંચાલન પણ આરાધનાબહેન સ્‍માર્ટે કર્યું હતું. આમ, શાળાનાં સર્વે શિક્ષક ભાઈઓ-બહેનોનાં સંપૂર્ણ સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યોહતો.

Related posts

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

vartmanpravah

દાનહ પોલીસે દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી ચોરી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

પતંજલિ યોગ પીઠના 28મા સ્‍થાપના દિવસની મહિલા પતંજલિ યોગ સમિતિ વાપી દ્વારા કરાયેલી ઉજવણી

vartmanpravah

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

vartmanpravah

ચીખલી તાલુકામાં ડીઝેના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે અગલે બરસ આના નાદ સાથે શ્રીજીને વિદાય અપાઈ

vartmanpravah

યોગ ધ્‍યાન અને પ્રાણાયામને કારણે શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકાય છે : તૃપ્તિબેન પરમાર

vartmanpravah

Leave a Comment