Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોંઢા અને ધરમપુર ખાતે બાગાયત વિભાગ વલસાડ દ્વારા ખેડૂત તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડ નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા ‘‘આઝાદીના અમૃત મહોત્‍સવ” ઉજવણીના ભાગ રૂપે તા.24-02-2023 ના રોજ કપરાડા તાલુકાના નાનાપોંઢા અને ધરમપુર ખાતે ખેડૂત તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. નાનાપોંઢા ખાતે 102 ખેડૂતો અને ધરમપુર ખાતે 100 ખેડૂતોએ તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો.
ધરમપુર ખાતેની ખેડૂત તાલીમમાં વલસાડ નાયબ બાગાયત નિયામક એન.એન.પટેલ દ્વારા વિષયને અનૂરૂપ બાગાયત ખાતાની કાર્યરત યોજનાઓ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. કળષિ પ્રાયોગિક કેન્‍દ્ર, પરીયા ખાતે અખિલ ભારતીય ફળ સંશોધન યોજના – આંબા યોજનામાં કાર્યરત વૈજ્ઞાનિક ડો.અંકિત ભંડેરી દ્વારા આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી અને ગાય આધારિત પ્રાકળતિક ખેતી કરવા માટે જણાવવામાં આવ્‍યું, ફળ નર્સરી, ચણવઈ બાગાયત અધિકારી આર.પી. પટેલ નર્સરી વ્‍યવસ્‍થાપન અને સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ ફોર ફલોરીકલ્‍ચર એન્‍ડ મેંગો, ચણવઈ દ્વારા કરવામાં આવતી વિવિધપ્રવૃત્તિઓ વિશે માહિતીગાર કરવામાં આવ્‍યા તેમજ પારડી બાગાયત અધિકારી કેવિન ચાહવાલા દ્વારા ફળ અને શાકભાજીના નિકાસ અને કેરી ફળપાકના વિદેશમાં નિકાસ માટેના ધારાધોરણો અને અપેડા ફાર્મ રજીસ્‍ટ્રેશન વિશે માહિતી આપવામાં આવી હતી.
કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતેની ખેડૂત શિબિરમાં કોમ્‍પ્રીહેન્‍સીવ હોર્ટીકલ્‍ચર ડેવલપમેન્‍ટ કાર્યક્રમ, મિશન મધમાખી યોજના, કમલમ ફળ વાવેતર યોજનાઓનો સહાયનો લાભ લેવા માટે યોજનાના ધારાધોરણો અને વર્ષ 2023-24 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલમાં ઓન લાઈન અરજી કરવા માટે વલસાડ મદદનીશ બાગાયત નિયામક ડૉ.એ.એમ.વહોરા દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી. કળષિ પ્રાયોગિક કેન્‍દ્ર, પરીયા ખાતે અખિલ ભારતીય ફળ સંશોધન યોજના- આંબા યોજનામાં કાર્યરત ફળ વૈજ્ઞાનિક ડો.જીગર ગોહિલ દ્વારા આંબાપાકમાં ઘનિષ્ટ વાવેતર, આંતર પાક, ગુણવત્તા યુક્‍ત બિયારણ અને પ્‍લાન્‍ટિંગ મટીરીયલની ખરીદી અને આંબાવાડીમાં હાલના દિવસોમાં રોગ જીવાંત નિયંત્રણ માટે રાખવાની થતી જરૂરી માવજત માટે જરૂરી પગલા લેવા માટે જણાવવામાં આવ્‍યું. કપરાડા તાલુકાના પાકૃતિક ખેતી માટેના સહ સંયોજક કિશનભાઈ દ્વારા ગાય આધારીત ખેતી કરી બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્‍છાદન, દશપર્ણીઅર્કનો ઉપયોગ અને ફાયદાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી જમીન સુધારણાથી આરોગ્‍ય સુધારણા વિશે સમજણ આપવામાં આવી તેમજ ઉમરગામ બાગાયત અધિકારી શ્રીમતી એમ.કે શાહ દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અને મહિલા તાલીમાર્થીઓને વૃતિકા યોજના હેઠળ ફળ અને શાકભાજી જાળવણી માટેની 2 દિવસ અને 5 દિવસનાં તાલીમ કાર્યક્રર્મ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્‍યા હતા.

Related posts

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસ નિમિતે ટીબી અઠવાડિયાનો પ્રારંભ કરાયો:  રખોલી પીએચસી ખાતેથી વાનને લીલી ઝંડી બતાવી રવાના કરાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત દમણ જિલ્લા આંતર શાળા રમતગમત મહોત્‍સવમાં સરકારી પ્રાથમિક શાળા દાભેલ ચેમ્‍પિયન

vartmanpravah

દાનહમાં ભારે વરસાદને કારણે ખખડધજ બનેલા રસ્‍તાઓ તાત્‍કાલિક રીપેર કરવા સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

વાપીમાં એલ.આઈ.સી. એજન્‍ટોએ વિવિધ માંગણી માટે આંદોલન સાથે એક દિવસની હડતાલ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment