July 12, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્‍થળે જ કાર્યરત

સેલવાસ ખાતે કેટલાક ચોક્કસ કાર્યાલયમાં કોમ્‍પ્‍યુટરના પાસવર્ડ પણ બદલી થયેલા કર્મચારીઓને નહી અપાયો હોવાની ઉઠેલી બુમ : મલાઈદાર વિભાગમાં ચીટકી રહેવાનું દેખાતુ વલણ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી દ્વારા પારદર્શી પ્રસાશનિક પ્રક્રિયા અને ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાના ઉદેશ્‍ય સાથે વિવિધ વિભાગોમા બદલીના આદેશો જારી કરવામા આવ્‍યા હતા. પરંતુ હાલમાં પણ કેટલાક અધિકારીઓ કર્મચારીઓ એવા છે કે આ આદેશોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.
સુત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર બદલી કરવામા આવ્‍યા બાદ પણ કેટલાક મલાઈદાર વિભાગ એવા છે જ્‍યાં પણ જુના અધિકારીઓ અને કર્મચારીઓ રોજેરોજની હાજરી જોવા મળે છે અને બીજા જે બદલી થઈને આવેલ અધિકારીઓ અને કર્મચારીઓને ઓફિસના અંદર કબાટની ચાવીઓ પણ આપવામાઆવતી નથી અને કોમ્‍પ્‍યુટરના પાસવર્ડ પણ આપવામા આવતા નથી. જેના કારણે હાલમાં જે અધિકારીઓ કર્મચારીઓ બદલી થઈને આવ્‍યા છે તેઓને ઓફીસનું કામ કરવામા પણ તકલીફ પડે છે.
જાણવા મળેલ મુજબ ઓફીસની ફાઇલોમાં પણ હાલમાં જે જુના અધિકારી અને કર્મચારી જ સહીઓ કરે છે. બીજા કોઈ મહિલા અધિકારી કર્મચારી કામ કરવાની ઈચ્‍છા હોય તેઓને કામ નહી કરવાનો પણ આદેશ કરવામા આવે છે.
પ્રસાશનિક આદેશોમા બદલીઓને તાત્‍કાલિક પ્રભાવથી લાગુ કરવા માટે કહેવામા આવેલ છે પરંતુ જમીની સ્‍તર પર આ આદેશોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન થતુ હોવાનુ જોવા મળે છે. જેથી પ્રદેશમાંથી મલાઈદાર વિભાગમાંથી હટાવવામા આવેલ અધિકારીઓ કર્મચારીઓની સમય સમય પર તપાસ થવી જરૂરી છે.
લોકોના જણાવ્‍યા અનુસાર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા જે ઉદેશ્‍યથી અધિકારીઓ અને કર્મચારીઓની બદલીનો આદેશ જારી કરવામા આવેલ એ તમામ ઉદેશ્‍યો અને પ્રયાસો પર કેટલાક અધિકારીઓ દ્વારા પાણી ફેરવી રહ્યા છે. જેથી પ્રશાસનના સબંધિત અધિકારીઓ દ્વારા ધ્‍યાન આપી કાર્યવાહી કરવાની આવશ્‍યકતા છે.

Related posts

સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ, દાનહ અને દમણ-દીવ દ્વારા જુવેનાઇલ જસ્‍ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ અને બાળ જાતિય શોષણ સામેના કાયદા પર કાર્યક્ષમતા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં મુક્‍ત પ્રયોગશાળાની શરૂઆત

vartmanpravah

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

વલસાડી હાફુસ કેરી માટેનું જી.આઈ. ટેગ નહી હોવાથી ખેડૂતોને વૈશ્વિક બજારમાં વેચાણની મુશ્‍કેલી પડે છે

vartmanpravah

સેલવાસના સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરમાં કલમ 144 લાગુ કરાઈ

vartmanpravah

દાનિક્‍સ અધિકારીઓની બદલી અને વિભાગોમાં ફેરબદલ

vartmanpravah

Leave a Comment