Vartman Pravah
Breaking Newsગુજરાત

હિંમતનગર શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતી અવસરે સાદર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.12
શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા શ્રી સિધ્‍ધિ વિનાયક મંદિર, હરિઓમ સોસાયટી, મહાવીરનગર, હિંમતનગર ખાતે સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મજયંતી પર સાદર શ્રદ્ધાસુમન અર્પણ કરી વંદન કર્યા તથા મંડળના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ પટેલ દ્વારા યુવાનોને વિશ્વ યુવા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે તથા સ્‍વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિષેનું માર્ગદર્શન આપવામાં આવેલ. સ્‍વામી વિવેકાનંદનો જન્‍મ 12 જાન્‍યુઆરી 1863ના રોજ કોલકત્તામાં થયેલ તથા નરેન્‍દ્રનાથ દત્ત નામ હતું. તેઓ વેદાંતના જાણીતા અને પ્રભાવશાળી, આધ્‍યાત્‍મિક ગુરુ હતા.
નાનપણથી જ તેમને આધ્‍યાત્‍મિકતામાં રસ હતો. સ્‍વામી વિવેકાનંદ એક મહાન સમાજ સુધારક, દાર્શનિક અને વિચારક હતા. તેના વિશેષ હેતુ એમની ફિલોસોફી અને વિચારોનો ફેલાવો કરવાનો તથા વિવેકાનંદ જીવનમાં જે આદર્શો પર કામ કર્યું છે અને તેનું પાલન કર્યું છે તેનાથી લોકોને માહિતગાર કરવાના અને દેશભરના તમામ યુવાનો માટે પ્રેરણારૂપ હતા તે માટે વર્ષ 1985માં ભારત સરકારે ખાસ કરીને વિવેકાનંદની વિચારધારા યુવાનોને પ્રેરણા આપીશકે અને તેમના જીવનને ધડવામાં મદદ કરી શકે તે હેતુથી તેમની જન્‍મ જયંતિ નિમિત્તે રાષ્‍ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ. તેઓ ધર્મ, તત્‍વજ્ઞાન, ઈતિહાસ, કલા, સામાજિક, વિજ્ઞાન, સાહિત્‍યના જાણકાર હતા. ભણવામાં સારા હોવા છતાં પણ તેમને ભારતીય શાષાીય સંગીતમાં પણ જ્ઞાન હતું તથા આ સિવાય વિવેકાનંદજી સારા ખેલાડી પણ હતા. તેઓ યુવાનો માટે પ્રેરણાનો ખળખળ વહેતો ધોધ હતા તથા અનેક પ્રસંગો એ તેમને યુવાનોને તેમના અમુલ્‍ય વિચારો અને પ્રેરણાત્‍મક શબ્‍દોથી આગળ વધવા પ્રોત્‍સાહિત કરતા તેથી જ સ્‍વામી વિવેકાનંદજીએ જન્‍મદિને રાષ્‍ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અભ્‍યાસમાં સારા હોવા છતાં જ્‍યારે તેઓ 25 વર્ષના થયા ત્‍યારે 1881 માં રામકળષ્‍ણ પરમહંસને મળ્‍યા હતા તથા નરેન્‍દ્ર નાથ તેમના ગુરુથી પ્રભાવિત થઈને સાંસારિક આસક્‍તિનો ત્‍યાગ કરીને સંન્‍યાસી બન્‍યા હતા અને તેમનું નામ વિવેકાનંદ રાખવામાં આવ્‍યું હતું. સમગ્ર ભારત નહીં વિશ્વમાં પણ પોતાની ભારતની સંસ્‍કળતિને એક આગવી ઓળખ અપાવી હતી. આથી યુવાનો માટે તેમનું સમગ્ર જીવન પ્રેરણા દાયક છે તે માટે આજનો દિવસ રાષ્‍ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે.
શ્રદ્ધાસુમન કાર્યક્રમમાં મંડળના પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, રાજુભાઈ માલવીયા, દક્ષભાઈ પટેલ,સુજલભાઈ, જનકભાઈ, વિકાસભાઈ મહરાજ, હિતેશભાઈ, શેખરભાઈ, પ્રિયંકભાઈ, રોહન, જગદિશભાઈ, કૌશલ, યશ શર્મા, સાહીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત નુક્કડ નાટક અને રાત્રિ ચૌપાલના કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

દાનહનાં યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે જોડાઈને પોતાનું અને રાષ્ટ્રનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવવા ગુલાબ રોહિતની હાકલ

vartmanpravah

દમણના રાજા

vartmanpravah

દાનહમાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામા આવી

vartmanpravah

વાપી છરવાડા નેપાળી પરણિતાનો હત્‍યારો ઝડપાયો: હત્‍યા સમયે બ્‍લેડના આધારે પોલીસે ભેદ ઉકેલ્‍યો

vartmanpravah

પારડી પોલીસ લાઈન પાછળથી 10 જુગારીયાનેઝડપતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment