Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ સરીગામ ભીલાડ દ્વારા મેગા ફ્રી મેડિકલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: અમેરિકાના આંતરરાષ્‍ટ્રિય અધિવેશનમાં હાલમાં જ શપથગ્રહણ કરી આવેલ, આ વર્ષના સેવાભાવી, સંનિષ્ઠ ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નર લાયન દિપક પખાલે દ્વારા આયોજીત, બે દિવસીય અદભૂત લાયન્‍સ સ્‍કુલિંગના પરિણામે તમામ લાયન્‍સ ક્‍લબોના પ્રમુખ, મંત્રી, ખજાનચીની ટીમોમાં અભૂતપૂર્વ ઉત્‍સાહ દેખાઈ રહ્યો છે. જુલાઈથી સમગ્ર ડિસ્‍ટ્રિક્‍ટની લાયન્‍સ ક્‍લબો સેવાયજ્ઞોમાં અનેક સેવાકાર્યો કરી રહેલ છે. લાયન્‍સ ક્‍લબ સરીગામ ભીલાડે પણ નાડકર્ણી મેડિકલ ફાઉન્‍ડેશન અને રેફરલ સરકારી હોસ્‍પિટલ ભીલાડના સહયોગથી પ્રમુખ લાયન કનકરાજ શાહની અધ્‍યક્ષતામાં ગત શનિવારના રોજ ભીલાડ ખાતે ખૂબ જ મોટા પાયે ફ્રી મેડિકલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં ચીફ ગેસ્‍ટ તરીકે રિજિયન ચેરપર્સન લાયન લીના બોરસે અને ગેસ્‍ટ ઓફ ઑનર તરીકે ઝોન ચેરમેન લાયનસંતોષ દુધાની ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાડકર્ણી મેડિકલ ફાઉન્‍ડેશનના ગાયનેક ડૉ.અદિતિ નાડકર્ણી, ડેન્‍ટિસ્‍ટ ડો. જેહાન ઈરાની, ઓરલ કેન્‍સરના ડો. જુલી ઈરાની, મેડિકલ એમઆરઓ ડો.હિરલ પટેલ, ગાયનેક ડોક્‍ટરો ડો.શિલ્‍પા અને ડૉ.અમળતા તેમજ મેડિકલ અને રેફરલ સરકારી હોસ્‍પિટલ ભીલાડ, વલસાડના સીએમઓ સાહેબ, સુપ્રિટેન્‍ડેન્‍ટ ડૉ.નેહલ પટેલ, ડેન્‍ટિસ્‍ટ ડૉ.મમતા વસાવા, ડૉ.ધર્મેન્‍દ્ર શાહ, ગાયનેક ડૉ.પાર્થ કાપડિયા, ઓર્થો ડૉ.ચેતન પટેલ, એનેસ્‍થેટિક ડૉ.પિંકલ, ફિઝિયોથેરાપીસ્‍ટ ડો.ઉન્નતિ શાહ સાથે હર્ષદભાઈ શાહ, મોનાલી જોષી અને સમગ્ર સ્‍ટાફ સેવા આપી હતી. આ કેમ્‍પમાં કુલ 13 ડોકટરો અને 25 નર્સે સેવા આપી હતી. આ કેમ્‍પમાં 295 દર્દીઓનું ચેકઅપ થયું હતું.
લાયન્‍સ ક્‍લબ સરીગામ ભીલાડના પ્રમુખ કનકરાજ શાહ સાથે મંત્રી નરેશ શાહ, ભૂતપૂર્વ ડિસ્‍ટ્રિક્‍ટ કેબીનેટ સેક્રેટરી અને હાલના ટ્રેઝરર જતીન શાહ, રામકુમાર મિશ્રા, અનિલ જૈન, દિનેશ જૈન, જીજ્ઞેશ રાઠોડ, જયેશ ઉદાણી, પ્રિયંકા ઉદાણી, ધનસુખ શાહ, હિતેશ શાહ, સુષ્‍મા જૈન, નીરા જૈને સહકાર આપીને આ ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પને ભવ્‍ય રીતે સફળ બનાવ્‍યો હતો.

Related posts

છેલ્લા 80 દિવસથી સોમનાથ ગ્રા.પં.ના વોર્ડ નંબર પાંચમાં આવેલ શૌચાલયની ગંદકી છુપાવવા સરપંચ પતિએ કપડું નાંખી વપરાશ બંધ કરાવેલ હોવાનો ગ્રામસભામાં આરોપ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર બનાવવામાં આવેલ દુકાનોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર

vartmanpravah

Leave a Comment