April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું ખાનગીકરણ : માર્કેટ વેલ્‍યુના અંદાજ સામે પ્રશ્નાર્થ

  • વિદ્યુત વિભાગ/નિગમની માર્કેટ વેલ્‍યુ ગ્રાહકો, ટર્નઓવર, નફા વગેરેના પરિમાણના આધારે નક્કી કરવાની જગ્‍યાએ પ્રદેશમાં પાથરવામાં આવેલા કેબલ,થાંભલા, ઓવરહેડ લાઈન, ડીપી વગેરે અસ્‍ક્‍યામતોના આધારે થયેલું મૂલ્‍યાંકન

  • ટોરેન્‍ટ પાવર માટે સોનાની ટંકશાળ પૂરવાર થનારો સોદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/ નિગમના ખાનગીકરણની પ્રક્રિયા દરમિયાન માર્કેટ વેલ્‍યુ નક્કી કરવા માટેના માપદંડોમાં ભારત સરકારના ઊર્જા મંત્રાલયે આપેલા દિશા-નિર્દેશોના કારણે ક્ષતિ રહી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું માર્કેટ વેલ્‍યુ રૂા.5000 કરોડ કરતા વધુ હોવા છતાં તેને મર્યાદિત કરી ફક્‍ત રૂા.360 કરોડના આજુબાજુ દર્શાવેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્‍ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ખાનગીકરણની પ્રક્રિયા દરમિયાન માર્કેટ વેલ્‍યુ બિઝનેસ અને ગ્રાહકોના આધાર ઉપર નક્કી કરવાની જગ્‍યાએ જમીનમાં પાથરવામાં આવેલા કેબલો, થાંભલા, લટકતા તાર, ડીપી વગેરેના આધારે મૂલ્‍યાંકન કરાયું હોવાનું જાણવા મળે છે. આ બાબતે હજુ સુધી સત્તાવાર માહિતી સાંપડી નથી પરંતુ જ્ઞાત સાધનોના જણાવ્‍યા પ્રમાણે ભારત સરકારના ઊર્જા મંત્રાલયે આપેલા દિશા-નિર્દેશનું પાલન વિભાગ અને નિગમે કર્યુ હતું.
દાદરા નગર હવેલી અનેદમણ-દીવમાં લગભગ 90 ટકા કરતા વધુ ગ્રાહકો ઔદ્યોગિક અને વાણિજ્‍યક છે. જ્‍યારે માત્ર 10 ટકા ગ્રાહકો જ ડોમેસ્‍ટિક કે એગ્રીકલ્‍ચરના હોવાની પણ માહિતી મળી છે. 90 ટકા ગ્રાહકો ઔદ્યોગિક અને વાણિજ્‍યક વપરાશકર્તા હોવાથી આ નફાકારક ધંધો અને સોદો હોવાનું સમજાય છે. ટોરેન્‍ટ પાવરે ફક્‍ત રૂા.555 કરોડની બોલી લગાવી 51 ટકા હિસ્‍સો ખરીદી લીધો છે.
ટોરેન્‍ટ પાવર માટે તો દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનો 51 ટકા હિસ્‍સો ખરીદવા મળેલી સફળતા સોનાની ટંકશાળ પૂરવાર થવાની છે. કારણ કે, હાલમાં જ વિભાગ દ્વારા રૂા.150 કરોડ કરતા વધુનો નફો રળવામાં આવે છે. પ્રદેશના વિદ્યુત વિભાગ/નિગમે અદ્યતનીકરણના પણ અનેક પગલાં ભર્યા હોવાથી ટોરેન્‍ટ પાવર માટે બીજે ખર્ચો કરવાની પણ હાલ તુરંત કોઈ જરૂરીયાત નથી. તેથી આવતા પાંચ વર્ષ સુધી ટોરેન્‍ટ પાવર પોતાના વિદ્યુતદરમાં વૃદ્ધિ નહી કરે તેની ખાતરી લઈ લેવી પણ ખુબ જરૂરી છે.

Related posts

વલસાડમાં કેજરીવાલનો રોડ શો યોજાય તે પહેલાં જ જાહેર માર્ગો ઉપરથી ‘આપ’ના ઝંડા-તોરણ ઉતરી ગયા

vartmanpravah

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની ટીમે મહારાષ્ટ્રના ડહાણુ વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિનોદ સુરેશ મેઢાની તરફેણમાં શરૂ કરેલો પ્રચાર

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ યોગાસન હરીફાઈ બાદ પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

ઉમેદવારી પત્રક ભરવા પહેલાં દાનહ અનેદમણ-દીવમાં પ્રારંભિક તબક્કે ત્રિ-પાંખિયા જંગના એંધાણઃ દમણ-દીવમાં 2019ની થિયરી રિપિટ થવાની અટકળ

vartmanpravah

વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા ધોધડકુવા ગામે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીનું આયોજન

vartmanpravah

Leave a Comment