September 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

આજે વાપી નગરપાલિકાની સમાન્‍ય સભા : વિવિધ સમિતિઓની રચના કરાશે

ન.પા. પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી થઈ ચૂકી છે જ્‍યારે કમૂરતાનું કારણ ધરી વિવિધ સમિતિઓની રચના બાકી રાખવામાં આવી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં ભાજપને મળેલ ભવ્‍ય વિજય બાદપાલિકામાં ભાજપનું શાસન વધુ એકવાર મળેલ છે. વિજય બાદ ચૂંટાયેલ પાંખની પ્રથમ સામાન્‍ય સભા યોજાઈ હતી. જેમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની સર્વાનુમતે વરણી કરાઈ હતી. પરંતુ પાલિકા વહિવટી તંત્રની વિવિધ સમિતિઓ અને સમિતિ ચેરમેનોની વરણી બાકી રખાઈ હતી. ખાસ કરીને કમુરતા હોવાથી સમિતિની રચના પાછી ઠેલાઈ હતી પરંતુ તેનો અંત આગામી તા.17મી જાન્‍યુઆરીએ આવી જશે. તા.17મીએ પાલિકાની સામાન્‍ય સભા યોજાશે અને વિવિધ સમિતિઓની રચના જાહેર કરવામાં આવશે.
વાપી ન.પા. ચૂંટણીમાં ભાજપને મળેલ ભવ્‍ય વિજય બાદ પ્રથમ મળેલી સામાન્‍ય સભામાં પાલિકાના પ્રમુખ તરીકે સુશ્રી કાશ્‍મિરાબેન શાહ, ઉપપ્રમુખ તરીકે શ્રી અભયભાઈ શાહ અને કારોબારી ચેરમેન તરીકે શ્રી મિતેશભાઈ દેસાઈની સર્વાનુમતે વરણી કરાઈ હતી. ત્‍યારબાદ કમુરતા બેસી જતા પાલિકાની સમિતિઓની રચના થઈ શકી નહોતી તેથી આગામી તા.17મી જાન્‍યુઆરીએ સામાન્‍યસભા યોજાશે અને નવીન સમિતિઓની રચના કરવામાં આવશે તે પહેલા પાલિકાના રાજકારણમાં લોબીંગનો દોર આરંભાઈ ચૂક્‍યો છે. વગદાર-મલાઈદાર સમિતિ ચેરમેન બનવાની નગરસેવકોમાં હોડ પણ આરંભાઈ ચૂકી છે.

Related posts

ચીખલી બસ સ્‍ટેન્‍ડનું ખાતમુહૂર્ત થયાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં કામ શરૂ ન થતાં સર્જાયેલ અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

નંદીગ્રામ ખાતે ચાલી રહેલી કુમાર સંસ્‍કાર શિબિરની પૂર્ણાહુતિ

vartmanpravah

રસીકરણ મહાઅભિયાન અંતર્ગત વાપી અને વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર રાત્રિ વેક્સિનેશન સેશનનો પ્રારંભ

vartmanpravah

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ યુવા અને રમતગમત વિભાગ દ્વારા યોજાયેલ 1પ દિવસીય સમર સ્‍પોર્ટ્‍સ ટ્રેનિંગ કેમ્‍પનું થયેલું સમાપન

vartmanpravah

Leave a Comment