January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્‍ટ વિભાગ વાપીમાં એક દિવસનો વર્કશોપ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આર.કે.દેસાઈ કૉલેજ ઑફ કોમર્સ અને મેનેજમેન્‍ટ વિભાગમાં એક દિવસનો વર્કશોપનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્‍પીકર તરીકે પ્રો. સી.એ. દિપક વેકરીયા હતા અને આ વર્કશોપમાં તેમનો વિષય “Financial Literacy” હતો. “Financial Literacy” એટલે કે આપણી બચત ને આપણે કઈ રીતે રોકાણ કરી શકીએ, કઈ જગ્‍યાએ કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઇએ. એના વિશે ખુબજ સરળ ભાષા શૈલીની અંદર સમજૂતી આપી હતી. એટલું જ નહીં પરંતુ ફાયનાન્‍સિયલની બાબતે જે સમસ્‍યાઓ સર્જાય છે તે સમસ્‍યાનો કઈ રીતે સામનો કરવો તે વિશે પણ સુંદર માહિતી પૂરી પાડી હતી. અને આ વર્કશોપ ખાસ કરીને ગ્‍.ઘ્‍બ્‍પ્‍ ના છેલ્લા વર્ષમાંઅભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રો.ચિત્રા શેઠ દેસાઈ તથા ડો.અમિત સોનવને એ કર્યું હતું. તેમજ આ કાર્યક્રમના કો-ઓર્ડિનેટર તરીકે કોલેજના ઈન્‍ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધીએ ફરજ નિભાવી હતી. આ કાર્યક્રમને સુકાન તરફ લઇ જવા માટે જીએસ ગોહર શેખે આભારવિધિ કરી હતી. આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્‍થાના ચેરમેન મિલન દેસાઈ તથા ઈન્‍ચાર્જ ડાયરેક્‍ટર ડો.મિત્તલ શાહે તેમજ કોલેજના સમગ્ર અધ્‍યાયપકોએ શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

ચીખલીના થાલા ગામે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયોને ઘરેથી ઘરેણાં ભરેલ ડબ્‍બો ચોરાયો

vartmanpravah

સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ-વલસાડની પ્રથમ યુનિટી કપ ક્રિકેટ ટૂર્ના.માં કેદાર ઈલેવન વિજેતા

vartmanpravah

એક વર્ષ પહેલાં જ લોકાર્પણ કરાયેલ સેલવાસથી સામરવરણી તરફના રીંગ રોડના બ્રીજ ઉપર તિરાડો પડી

vartmanpravah

વાપી વિસ્‍તારમાં જુગાર બેફામ : કરવડ અને ભડકમોરામાંથી જથ્‍થાબંધ જુગારીયા ઝડપાયા

vartmanpravah

વલસાડ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ રાજુભાઈ મરચાને ઉમેદવાર જાહેર કર્યો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા નવા કાયદાઓની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment