Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

અંબામાતા મંદિર પ્રાંગણમાં શ્રાવણ માસ શિવપૂજા સાથે બહેનોએ વિશ્વકલ્‍યાણની આરાધના-પૂજા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી હરિયા પાર્કમાં આવેલ અંબામાતા મંદિર પ્રાંગણમાં આજે મંગળવારે પવિત્ર શ્રાવણ માસ ઉપલક્ષમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરવામાં આવી હતી. બહેનોએ રાજ્‍યમાં ફેલાયેલ લંપી વાયરસ નાબુદ થાય, ઘર ઘર તિરંગો લહેરાય, કલ્‍યાણ કારી શિવ સૌનું કલ્‍યાણ કરે તેવી પૂજા અર્ચના-આરાધના કરી હતી.
શ્રાવણ માસમાં મહાદેવજીની પૂજાનું અનેરૂ મહત્ત્વ છે. તેમાં પણ પૂત્રદા એકાદશીએ બહેનો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે તેથી આ શુભ દિવસ ધ્‍યાને રાખી બહેનો દ્વારા હરિયા પાર્ક અંબામાતા મંદિર પ્રાંગણમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કથાકાર ધરમભાઈ જોષીએ જણાવ્‍યું હતું કે, જેમ કોરોનાના સમયે હરિયા પાર્કના લોકો પારિવારિક ભાવના સાથે હળી મળી એકબીજાને મદદરૂપ થયા હતા તેવી જ રીતે આઝાદીના અમૃત મહોત્‍સવમાં આપણા દેશની આન, બાન, શાન ગણાતા તિરંગાને ઘરે ઘરે લહેરાવીશુ. લંપી વાયરસમાં મૃત્‍યુ પામેલ ગૌમાતાના આત્‍માઓને મહાદેવ શાંતિ અર્પણ કરે, પૂજાની વિશેષતાએ હતી કે બહેનોએ હાથમાં ધ્‍વજ રાખી શિવલીંગની પૂજા કરી હતી.

Related posts

સંઘપ્રદેશમાં પહેલી વખત યોજાયો રંગોત્‍સવઃ વિદ્યાર્થીઓની કલાત્‍મક પ્રતિભા અને રચનાત્‍મકતાનો મળેલો પરિચય

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘કૃષ્‍ણ જન્‍માષ્‍ટમી’ની રંગેચંગે ઉજવણી થઈ

vartmanpravah

પોલીસ દ્વારા વલસાડ, ઉમરગામ, વાપીમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન કોમ્‍બીંગ ચલાવાયું

vartmanpravah

વાપી જીઆઈડીસી પાણીનો ભાવ વધારો ગાંધીનગરમાં ગાજ્‍યો : ઉચ્‍ચ સમિક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

હવે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર લેઝર સ્‍પીડ ગનથી વાહનોની ગતિ કન્‍ટ્રોલ કરશે

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

Leave a Comment