(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.19: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના દગાચી ગામની ફાયબરની બોટ વણાકબારાથી 150 કિલોમીટર દૂર દરિયામાં ગરકાવ થઈ હતી. જલારામ કૃપા બોટ નંબર IND DD 02 NM 2076 માલિક વનિતાબેન અમૃતલાલની બોટ હતી જે તારીખ 18 ઓક્ટોબરના રોજ વણાકબારાથી દોઢસો કિ.મી. દૂર ફિશિગમાં ગઈ હતી. અંદાજીત રાત્રે 12:30 કલાકે ઓઈલરીડ (જગડીયા) માં લાઈટ નહીં હોવાથી તેમની સાથે અથડાતા ફાઈબરની બોટ ચિરાઈ ગઈ હતી, અને દરિયામાં અકસ્માત સર્જાયો હતો. બોટમાં પાણી ભરાતા બોટમાં રહેલા ખલાસીઓએ પાંચ કિલોમીટર દૂર રહેલી વણાકબારાની એક બોટ મંગલમૂર્તિનો વાયરલેસ દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો, અને આ મંગલમૂર્તિ બોટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જલારામ કૃપા બોટમાં રહેલા ટંડેલ તથા ખલાસીઓનોઆબાદ બચાવો કર્યો હતો, જ્યારે જલારામ કળપા બોટ આશરે 70 થી 80 મીટર દરિયામાં અંદર ગડકાવ થઈ હતી. આ ઘટનામાં જલારામ કળપા બોટ માલિકને આશરે 40 લાખ જેટલું નુકસાન પહોંચ્યું છે.