Vartman Pravah
Breaking Newsવાપી

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા આજે રવિવારે વી.આઈ.એ.માં 15મા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઉત્‍સાહભેર રક્‍તદાતાઓએ 105 યુનિટ રક્‍તદાન કર્યું હતું.
આ પ્રસંગે ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટના અધ્‍યક્ષ પપ્‍પુભાઈ તિવારીએ જણાવ્‍યું હતું કે,વાપી ઉદ્યોગનગરી છે. તેથી અકસ્‍માતોમાં વધુમાં વધુ રક્‍તની જરૂરીયાત રહે છે. તેથી ટ્રસ્‍ટ દ્વારા 14 વર્ષ પહેલાં રક્‍તદાન સેવાનો પ્રારંભ કર્યો હતો. ધીરે ધીરે રક્‍તદાન દર ઓછો થઈ રહ્યો છે. રક્‍તદાતાઓ સ્‍વૈચ્‍છીક રીતે રક્‍તદાન કરવા આગળ આવી રહ્યા છે. આ પ્રસંગે કેતન જોષીએ જણાવ્‍યું હતું કે, 2020-21માં 6 હજારથી વધુ યુનિટ રક્‍તદાન એકત્રીત કર્યું છે. છતાં પણ સ્‍થાનિક જરૂરીયાતમાં ઘટ પડે છે જે અન્‍ય બ્‍લડ બેંક પાસેથી બ્‍લડ લાવવું પડે છે. આ બ્‍લડ કેમ્‍પમાં વાપી લાયન્‍સ બ્‍લડ બેંક અને વાપી હરીયા હોસ્‍પિટલની ટીમે સેવા આપી હતી. આ પ્રસંગે ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટના મહાસચિવ સુભાષભાઈ તિવારી, ઉપાધ્‍યક્ષ રવિન્‍દ્ર પાન્‍ડે, કોષાધ્‍યક્ષ પંકજસિંહ, રવિન્‍દ્રસિંહ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભો જાહેર કરવા માટેના પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

દીવના ઘોઘલા ખાતે વોટર ટેન્‍કર અને ટુ વ્‍હીલર વચ્‍ચે અકસ્‍માત એક બાળકનું મોત

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah

વાપીમાં નવા રેલવે ઓવરબ્રિજ બનાવવા હેતુ જમીન સંપાદન અને દબાણો હટાવવાની નોટિસો અપાઈ

vartmanpravah

દમણ-દીવમાં હવે સત્તાનું કેન્‍દ્ર દલવાડા બનવા તરફ

vartmanpravah

વાપી નગરપાલિકાની પ્રથમ સામાન્‍ય સભા આજેયોજાશે : નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થશે

vartmanpravah

Leave a Comment