October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર ટામેટા ભરેલ ટેમ્‍પો અને ટ્રક ભટકાતા અકસ્‍માત સર્જાયો

ટેમ્‍પોમાંથી ટામેટા વેરાઈ જતા લોકોએ લૂંટ ચલાવી : ટ્રક ચાલક ઘાયલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર માલનપાડા નજીક આજે સોમવારે મળસ્‍કે ટેમ્‍પો અને ટ્રક સામસામે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ટ્રક ચાલક ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો હતો.
પ્રાપ્તવિગતો મુજબ ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર માલનપાડા ગામ નજીક નાસિકથી ટામેટા ભરેલ ટેમ્‍પો નં.એમએચ 15 એચએચ 8903 સુરત તરફ જઈ રહ્યો હતો ત્‍યારે નવસારીથી કેરાલા જવા નિકળેલ ટ્રક નં.કેએ 28 સી 9819 ના ચાલકને ઊંઘ આવી જતા સામે આવી રહેલ ટેમ્‍પા સાથે ટ્રક ભટકાવી હતી. તેથી ટ્રકનું કેબીન સંપૂર્ણ તૂટી જતા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો તેને 108 દ્વારા સારવાર માટે ખસેડાયો હતો તો બીજી તરફ ટામેટા ભરેલ ટેમ્‍પોમાંથી રોડ ઉપર ટામેટા અકસ્‍માતમાં વેરાઈ ગયા હતા તેથી સ્‍થાનિકોએ ટામેટાની લૂંટ ચલાવી હતી. જો કે ત્‍યારબાદ અન્‍ય ટેમ્‍પો બોલાવીને ટામેટાને સુરત રવાના કરાયા હતા. ટેમ્‍પોનું નુકશાન થયું હતું પરંતુ ચાલકનો ચમત્‍કારિક બચાવ થવા પામ્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

vartmanpravah

ઉમરગામમાં માસુમ બાળા સાથે થયેલી દુષ્‍કર્મની ઘટના

vartmanpravah

રાજ્‍ય કક્ષાની સ્‍વિમિંગ સ્‍પર્ધામાં વાપીના યુગ ટંડેલએ મેળવ્‍યો દ્વિતીય ક્રમાંક

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ પીકઅપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment