April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ વિભાગમાં ત્રણ દિવસમાં ત્રણ શિકાર : બે કંડકટર એક હેડ મિકેનીક ફરજ મોકૂફ કરાયાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16
વિભાગીય નિયામક તરીકે હાજર થયા ત્‍યારે ચૌધરી પોતાની છબી પણ લેવા દેતા ન હતા, – મારું કામ જ બોલશે- ફોટાનું શું કામ? એવું કહેનારાની એલસીબીના બે જણા વચ્‍ચે 10 હજારની લાંચમાં પકડાતા વિડિયો ક્‍લિપ જ વાયરલ થઈ. લાંચિયા અધિકારીઓના લીધે વલસાડ વિભાગનો વહીવટ ખાડે ગયાના ઉપરાઉપરી ત્રણબનાવમાં ત્રણ ફરજ મોકૂફ થતા હાહાકાર મચ્‍યો છે.
પ્રાપ્ત વિગત મુજબ સુરત વિભાગીય નિયામક શ્રી સંજય જોશીએ વલસાડ વિભાગનો વધારાનો હવાલો સંભાળતા જ વલસાડ વિભાગના તમામ ડેપોમાં કામચોરી કટકી સામે સળવળાટ શરૂ થયો છે. તા.14 થી 16 જાન્‍યુઆરી દરમિયાન રોજના એક લેખે ગુનેગાર થતા કંડકટર ડ્રાઈવર મિકેનિક વિગેરે સજાગ થયા છે.
14મીએ ધરમપુર ડેપોના કંડકટર કે.ડી. જોશી (690) અમદાવાદથી વાપી આવતા એક્‍સપ્રેસ બસમાં સુરતથી વાપીના બે મુસાફરોને રૂપિયા 214 ની ટિકિટ નહીં આપતા ડી.બી. પટેલ ટી.આઈ. અને એસ.એમ. પઠાણ એ.ટી.આઈ.ની લાઈન ચેકિંગ ટીમ દ્વારા ઝડપાઈ ગયા હતા જેમની સામે ખાતાકીય કાર્યવાહી થાય છે.
તા.15એ સુરત વિભાગની યંત્રાલય ટીમના એડબલ્‍યુએસ વિનય ગામીતે બીલીમોરા ડેપો ખાતે યંત્રાલયમાં ત્રાટકી હેડ મિકેનિક અશોક રાઠોડને ડેયલી-વિકલી મેન્‍ટેનન્‍સ ડોકિંગ કામે બેદરકારી દાખવતા યાંત્રિક રજીસ્‍ટરો વિ.મા ખામી જણાતા રોડ પર દોડતી બસ અકસ્‍માત કરે તેવી રાખતા ઝડપી પાડયા હતા જેને વલસાડ વિભાગીય યાંત્રિક ઈજનેર ગિરીશ પટેલે ફરજ મોકુફીનો આદેશ કરી વાપી બદલી કરી હતી.
તા.16 ના રોજ નવસારી ડેપોનો કંડકટર એન.બી. પટેલ (6830) વલવાડાથી નવસારી આવતા બે મુસાફરોને રૂપિયા 13-13 ની ટિકિટ નહીંઆપીને 26 રૂપિયાની કટકી કરતા એસ એમ પટેલ- એટીઆઈના હસ્‍તે વાસકૂઈ ખાતે ઝડપાઈ ગયા હતા. જે બંને કન્‍ડકટરોને ફરજ મોકુફીના આદેશ સાથે બદલી પણ કરવામાં આવશે.
એસ.ટી પ્રવાસીની આવકથી બધાના પગાર ભથ્‍થા ચૂકવવામાં આવે છે, બસ ભાડા કરતા ગેરકાયદેસર ફરતા વાહનો આવા તત્‍વોના લીધે કમાણી કરે છે અને એસટીને ખોટમાં ધકેલે છે તે જાણતા હોવા છતાં જાણીબૂઝીને પોતાના પગ ઉપર શા માટે કુહાડો મારે છે એવું મુસાફરોમાં ચર્ચાય છે.

Related posts

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે રાષ્‍ટ્ર ઉત્‍થાન અનુલક્ષીને વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્‍સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્‍માન

vartmanpravah

રવિવારે દમણમાં 13, દાનહમાં 11 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દીવમાં રાહતના સમાચાર

vartmanpravah

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી મળતી સબસિડીનો હવાલો આપી છળકપટ કરી ઓનલાઈન લૂંટ ચલાવતા આરોપીની દમણ પોલીસે ઝારખંડના ગિરિડિહથી કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment