October 15, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં 10, દાનહમાં 16, દીવમાં 0પ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ/સેલવાસ/દીવ, તા.21
દમણમાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ અને દાનહમાં ખાતે 16 અને દીવમાં 05 પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે. ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લામાં આજરોજ 228 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 101 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં 3633 જેટલા રીકવર થયા છે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ 16 વ્‍યક્‍તિને કોરોના સુવિધામાંથી રજા આપવામાં આવી હતી.
પ્રદેશમાં આજરોજ નવા 03 કન્‍ટેઈનમેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં (1) રમેશભાઈની ચાલ, ભીમપોર, દમણ, (ર) સોમલાભાઈની ચાલ, ભીમપોર, દમણ (3) ધતામાની ચાલ, દલવાડા, દમણ.
હાલમાં દમણમાં કુલ 18 કન્‍ટેઈન્‍ટેમન્‍ટ ઝોન જાહેર છે. જેમાં કચીગામ-0ર, દલવાડા-07, ભીમપોર-03, દુણેઠા-01 અને નાની દમણ નગરપાલિકા વિસ્‍તાર-0પ ઝોનનો સમાવેશ થાય છે.
દાદરા નગર હવેલીમાં નવા 16 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 137 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6030 કેસ રીકવર થઈ ચુકયા છે. ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 434 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 16 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 179 નમૂના લેવામા આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ નહી આવતા કુલ 16 રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં પ્રદેશમાંકુલ 16 કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. આજરોજ 18 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યું હતું. જેમા આજે 746 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 439660 અને બીજો ડોઝ 309447 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 1684 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 750791લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
આજરોજ દીવમાં નવો કોરોના પોઝિટીવનો 05 કેસ નોંધાયો છે. હાલમાં પ્રદેશમાં કુલ 14 કેસો સક્રિય છે. અત્‍યાર સુધીમાં 1242 કેસો રીકવર થઈ ચૂક્‍યા છે.

Related posts

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડ દ્વારા દાનહ અને દમણ-દીવભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકેની આપેલી મહત્‍વની જવાબદારી

vartmanpravah

અખિલ ભારતીય માનવ અધિકાર ફરિયાદ સંઘના દમણ પ્રોગ્રામ કમીટિના અધ્‍યક્ષ તરીકે રાજેશ વાડેકર અને ગ્રિવેન્‍સિસ કમીટિના અધ્‍યક્ષ પદે કેતનકુમાર ભંડારીની કરેલી જાહેરાત

vartmanpravah

ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કપરાડામાં નવનિર્મિત કમલ ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ કરાયું

vartmanpravah

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

આજથી ત્રણ દિવસ માટે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહના મહેમાન બનશે

vartmanpravah

દાનહના પૂર્વ બહુજન મુક્‍તિ પાર્ટી લોકસભાના ઉમેદવાર પ્રવિણ જનાથિયાએ બાંધેલી કોંગ્રેસની કંઠી

vartmanpravah

Leave a Comment