Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

  • નવા ભારતના નિર્માણમાં ગુજરાતની મહિલાઓનું સ્થાન અગ્રિમ રહેશે – અલકાબેન શાહ

  • ઉદ્યોગ સાહસિક મહિલાઓનું શીલ્ડ આપી સન્માન કરાયું: નારી શક્તિના ગૌરવ સન્માનથી આગવું ગુજરાત બનશે,

    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    વલસાડ, તા.03: “સક્ષમ નારી, સશક્ત ગુજરાત”ના નારા સાથે વલસાડ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સતત ૭ દિવસ સુધી નારી વંદન ઉત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે ત્રીજા દિવસે નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ વલસાડના મોંઘાભાઈ દેસાઈ હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ત્રણ ઉદ્યોગ સાહસિક મહિલાઓને શીલ્ડ, ત્રણ ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના મંજૂરી હુકમો, બે સ્વ સહાય જૂથોને દીન દયાળ અંત્યોદય યોજના એન.આર.એલ.એમ. અંતર્ગત અને પાંચ સ્વ સહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ અંતર્ગત ચેક અને બે મહિલાઓને માનવ કલ્યાણ યોજના અંતર્ગત રૂ દિવેટની કીટ બનાવવાના મશીનનું વિતરણ કરાયું હતું.
    નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે જણાવ્યું હતું કે, સરકાર મહિલાઓના વિકાસ માટે સતત કાર્યરત છે. મહિલાઓને ખાસ કરીને ગંગા સ્વારૂપા મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુસર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા મહિલાઓ આર્થિક રીતે પગભર બનશે તેમજ સમાજમાં દરેક ક્ષેત્રે તેમનું પ્રતિનિધિત્વ જળવાશે. આજની નારી શક્તિના ગૌરવ સન્માનથી આવતી કાલનું ગુજરાત આગવું ગુજરાત બનશે અને નવા ભારતના નિર્માણમાં ગુજરાતની મહિલાઓનું અગ્રિમ સ્થાન રહેશે. તેથી જ દરેક ક્ષેત્રે સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત અનેક અમલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
    કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેએ જણાવ્યું હતું કે, રોજગાર મેળામાં ભાગ લઈ રોજગારી મેળવી રહેલી મહિલાઓને આર્થિક રીતે કોઈ વ્યક્તિ પર આશ્રિત રહેવું પડશે નહીં તેમજ સમાજમાં આગવું સ્થાન જળવાઈ રહેશે. પોતાની મૂડીનું સરખું વળતર મળી રહે એવી યોજનાઓમાં રોકાણ કરવા અનુરોધ કરી જમીન સંપત્તિઓના મામલાઓમાં દસ્તાવેજોમાં સહી કરતી વખતે પણ ખાતેદાર હોવાથી હંમેશા ધ્યાન રાખવવા જણાવ્યું હતું. ગંગા સ્વરૂપા બહેનોએ પોતાની સુરક્ષાનું ધ્યાન પોતે જ રાખવાનું છે તેથી રોજગારી મેળામાં ભાગ લઈ રોજગારી મેળવી આવક મેળવવાની સાથે બચતના માર્ગો ખુલ્લા રાખવા તેમજ યોજનાઓની કોઈપણ પ્રકારની માહિતી માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની મદદ લેવા પણ વધુમાં જણાવ્યું હતું.
    આ કાર્યક્રમમાં મહિલાઓ અને ખાસ કરીને ગંગા સ્વરૂપા મહિલાઓ માટે રોજગારી મેળામાં ૧૪ નોકરીદાતાઓએ ૩૦૬ જેટલી અલગ અલગ વેકેન્સી ભરવા માટે ભાગ લીધો હતો. જેમાં ૪૦૩ જેટલી મહિલાઓ ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી ૨૨૫ જેટલી મહિલાઓની પ્રાથમિક પસંદગી થઈ હતી.
    કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, મહિલા અને બાળ વિકાસ અધિકારી કમલેશ ગિરાસે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એક્ઝિક્યુટિવ ઓફિસર દિવ્યાંગભાઈ, જિલ્લા રોજગાર અધિકારી દિપેશ ભોયે, લાભાર્થી મહિલાઓ તેમજ રોજગાર મેળામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દમણઃ કચીગામ બારમાં સામાન્‍ય ઝઘડામાં વાપીના વેટરનરી ડોક્‍ટરના પુત્રની હત્‍યાઃ બે યુવક ઘાયલ

vartmanpravah

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલની અધ્‍યક્ષતામાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની મળેલી બેઠકમાં 50-50ના સિદ્ધાંત સાથે ઔદ્યોગિક વિસ્‍તારના રસ્‍તાઓનું નવીનિકરણ કરવા હાકલ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘‘સ્‍વનિધિ મહોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આણંદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરી નેતૃત્‍વ અને પ્રબંધન વિકાસની તાલીમ

vartmanpravah

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

Leave a Comment