Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

સરીગામ પંચાયતમાં ઉપસરપંચ પદે સંજયભાઈ બાડગા બિનહરીફ વિજેતા રાકેશભાઈ રાયનામાર્ગદર્શન હેઠળ સંપૂર્ણ અને સમતોલ વિકાસની નેમ સાથે સરપંચ સહદેવભાઈ વઘાત અને ઉપ સરપંચ સંજયભાઈ બાડગાએ સંભાળેલો ચાર્જ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.24
આજરોજ સરીગામ પંચાયતના ઉપસરપંચની યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં સરીગામ વિકાસ મેચ પેનલના અને વોર્ડ નંબર 15 ના સભ્‍યશ્રી સંજય ભાઈ મંગળભાઈ બાડગાનો અપેક્ષા મુજબ બિનહરીફ વિજય થવા પામ્‍યો હતો.
આ સાથે જ હરીફ પેનલના આગેવાન શ્રી દિપકભાઈ મિષાી અને એમની ટીમે ઉપસરપંચનું પદ હાંસલ કરવા કરેલા ધમપછાડા શ્રી રાકેશભાઈની રણનીતિ સામે નિષ્‍ફળ જવા પામી હતી. ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા પંચાયતના સભાખંડમાં ચૂંટણી અધિકારી શ્રી વિવેકભાઈ ગઢવીની હાજરીમાં પૂર્ણ થવા પામી હતી.
આ પ્રસંગે સરીગામ વિકાસ મંચ પેનલના પ્રણેતા અને માર્ગદર્શક શ્રી રાકેશભાઈ રાયે સરીગામ ગ્રામ પંચાયતને વિકાસની નવી બુલંદી પર લઈ જવાની ખાતરી આપી હતી. આ અગાઉ સરીગામ પંચાયતના સરપંચ તરીકે શ્રી સહદેવભાઈ વઘાતનો ભવ્‍ય વિજય થવા પામ્‍યો હતો. પરંતુ સભ્‍યોની બહુમતીમાં માત્ર બે સભ્‍યોની પાતળી સરસાઈ મળતા વિરોધપક્ષના આગેવાનોએ ઉપસરપંચ પદ છીનવી લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.
ચાલી રહેલી ઘટનાક્રમમા એક સાંધે ત્‍યાં તેર તૂટે તેવી પરિસ્‍થિતિ નિર્માણ થઇ રહીહતી. શ્રી દિપકભાઈ મિષાીની પેનલના સભ્‍યોમાંથી ઘણાને શ્રી રાકેશભાઈ રાયની વિકાસના કામ કરવાની શૈલીથી પ્રભાવિત હોવાનું આકલન થઈ રહ્યું હતું. જેના કારણે ઉપસરપંચની ચૂંટણીમાં શ્રી રાકેશભાઈ રાયના પેનલના ઉમેદવાર શ્રી સંજયભાઈ મંગળભાઈ બાડગાને સમર્થન આપવાની ફરજ પડતાં બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.
ઉપસરપંચની ચૂંટણી બાદ સરપંચ શ્રી સહદેવભાઈ વધાત અને ઉપ સરપંચ શ્રી સંજયભાઈ બાડગાએ ચાર્જ સંભાળતા એમના માર્ગદર્શક શ્રી રાકેશભાઈ રાયના માર્ગદર્શન અને દોરવણી હેઠળ સૌનો સાથ અને સૌનો વિકાસની નેમ સાથે સંપૂર્ણ અને સમતલ વિકાસ કરવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે શ્રી રાકેશભાઈ રાય અને તેમની ટીમ શ્રી વિપુલભાઈ રાય, શ્રી વિનોદભાઈ ઠાકોર સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી. તેમજ હરીફ પેનલના આગેવાનો શ્રી દિપકભાઈ મિષાી, ભાજપ તાલુકા પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, અગ્રણી શ્રી હારૂનભાઇ માલવીયા, શ્રી સંદીપભાઈ આરેકર, શ્રી શેખરભાઈ આરેકર વગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

દીવ ખાતે નિર્ધારિત વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકને સફળ બનાવવા પ્રદેશના અધિકારીઓએ શરૂ કરેલા શ્રેષ્‍ઠ પ્રયાસો

vartmanpravah

એન.આર.અગ્રવાલની પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

vartmanpravah

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના વહીવટી કેન્‍દ્રના સહયોગથી જે.પી.પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં 36 માં નેશનલ ગેમ્‍સના ઓવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

Leave a Comment