February 5, 2025
Vartman Pravah
Breaking Newsદીવદેશ

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની કરવામાં આવેલી ઉજવણી

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દીવ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ તેમજ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે વિવિધ વર્ચ્યુઅલ સ્પર્ધાઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા. 24
‘આઝાદી કા અમળત મહોત્‍સવ’ની ઉજવણી અંતર્ગત તેમજ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ના ઉપલક્ષમાં આજ રોજ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના સમાજ કલ્‍યાણ તથા મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રીમતિ પૂજા જૈન, દીવ જિલ્લા સમાહર્તા શ્રીમતિ સલોની રાય, સમાજ કલ્‍યાણ તથા મહિલા અને બાળ વિકાસ ઉપ-સચિવ શ્રી જતીન ગોયલ, દીવ મામલતદાર શ્રી ચંદ્રાહાસ વાજા તેમજ બાળ સંરક્ષણ સમિતિના પ્રોગ્રામ મેનેજર શ્રી સંજીવકુમાર પંડયા વગેરે અધિકારીઓના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ વિવિધ સ્‍પર્ધાઓ તેમજ ઓનલાઈન વેબિનાર (સત્ર)નું આયોજન કરવામાં આવેલ હતું.
આ રાષ્‍ટ્રીય બાલિકા દિવસ ઉજવવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય બાળકીઓના લિંગના આધારે લિંગ અસમાનતા, શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો, તબીબી સંભાળ, ભેદભાવ સામે રક્ષણ, મહિલાઓ સામે હિંસા અને બળજબરીથી થતા લગ્ન વગેરે જેવા ક્ષેત્રોમાં સમાજ અને લોકોમાં જાગળતિ લાવવાનો છે. સાથે-સાથે બાળકીઓનું સશક્‍તિકરણ અને તેમના માનવાધિકારની પરિપૂર્ણતાને પણ પ્રોત્‍સાહન આપવાનો છે.
‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણીકરવાના ભાગરૂપે આજરોજ દીવ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ, સ્‍વ સહાય જૂથોની મહિલાઓ અને પંચાયત વિસ્‍તારના આમ નાગરિકો માટે સ્‍લોગન લેખન અને પોસ્‍ટર્સ(ભીતપત્ર) વગેરે સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. જયારે સ્‍વ સહાય જૂથો ની મહિલાઓ, આંગણવાડી કાર્યકર્તાઓ તેમજ દીવ જિલ્લાની તમામ મહિલા શિક્ષિકાઓ માટે ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ, 2005 અને કાર્યસ્‍થળ પર મહિલાઓનું નિવારણ અધિનિયમ,2013 વગેરે મહિલાઓને લગતા અધિનિયમો પર સાંજના 04 થી 6 વાગ્‍યા દરમિયાન ઓનલાઈન વેબીનાર (સત્ર)નું આયોજન કરવામાં આવેલ હતું. સાથે-સાથે દીવ જિલ્લાની અલગ-અલગ હોટલો દ્વારા પણ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ના ઉપલક્ષમાં તેમજ તેની ઉજવણી કરવાના ભાગરૂપે રેસ્‍ટોરન્‍ટમાં જમવા આવતા તેમજ હોટલમાં રોકાતા ગ્રાહકો કે જેઓ બાળકીઓ સાથે આવતા હોય તેમને પ્રોત્‍સાહન રૂપે અમુક ટકા વળતર આપી ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ અઠવાડિયુ’ ઉજવવાની આજથી શરૂઆત કરી હતી અને દીવ પ્રશાસન દ્વારા આયોજિત ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણીમાં પોતાનું યોગદાન આપ્‍યું હતું.

Related posts

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

vartmanpravah

વલસાડ જિલ્લાની શાળાઓમાં રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી પી. ભારતીનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું

vartmanpravah

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ વિતરણ

vartmanpravah

બુધવારે દમણવાડા ગ્રા.પં. કાર્યાલય ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment