ફડવેલ પીએચસીમાં યોજાયેલ રક્તદાન શિબિરમાં 36 યુનિટ રક્ત એકત્રિત કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.30: ચીખલી તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ હિપેટાઈટિસ-ડે નિમિતે આયોજિત રક્તદાન શિબિરનું ફડવેલ પીએચસીમાં ડિટીઓ ડો.પીનકીન પટેલ ઉપરાંત ડો.ધવલ રાઠોડ, ટીએચઓ ડો.અનિલ પટેલ, તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા મહેશભાઈ, સરપંચ ઉષાબેન પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય દ્વારા ઉદ્ઘાટનકરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ફડવેલ પીએચસીના મેડિકલ ઓફિસર ડો.સુમિત પટેલ, ડો.દર્શન પટેલ, સુપરવાઇઝર અરૂણભાઈ સહિતના સ્ટાફે પણ રક્તદાન કરી અન્ય કર્મચારીઓ, સ્થાનિકોને પ્રોત્સાહિત કરતા 36 યુનિટ રક્ત એકત્ર થયું હતું. આ રક્તદાન શિબિરને સફળ બનાવવા તાલુકાના સુપરવાઈઝર વિજયભાઇ ઉપરાંત ફડવેલ પીએચસીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.