Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃકૃપાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અને રામજી મંદિર પરિવાર દ્વારા પિતૃકૃપાર્થે આગામી 02 ઓક્‍ટોબરના સોમવારથી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી રામજી રામેશ્વર મહાદેવ મંદિર અને ગાયત્રી મંદિર ગ્રાઉન્‍ડ આમળી- સેલવાસ ખાતે કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે શ્રી દિલીપભાઈ પંડયા(ભૂતપૂર્વ વિદ્યાર્થી સાંદિપની નિકેતન) જેઓ તેમની મધુર વાણીમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કરાવશે.
પ્રારંભમાં તા. 02 ઓક્‍ટોબરે બપોરે શ્રી હેમંતભાઈ પટેલના ઘરેથી ભવ્‍ય પોથીયાત્રા કાઢવામાં આવશે. આ પ્રસંગે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તા.08 ઓક્‍ટોબરના રવિવારે કથા-યજ્ઞની પૂર્ણાહુતી કરવામાં આવશે.
આ ભાગવત કથાનો લાભ લેવા ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અને શ્રી રામજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા ભાવિક ભક્‍તોને લાભ લેવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી એફસી સતત ત્રીજી વખત સ્‍કાઉટ ગાઇડ મહિલા નાઇટ ફૂટબોલ સ્‍પર્ધાની વિજેતા બની

vartmanpravah

વાપી શાકભાજી માર્કેટમાં બિરાજમાન કરાયેલ દુર્ગામાતાની મૂર્તિનું શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ વિસર્જન કર્યું

vartmanpravah

વાપી મુસ્‍કાન ગ્રુપ દ્વારા ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી મોરાઈ ગુડ્‍ઝ ટ્રેન બ્રિજ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન માણવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment