Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

લગાતાર 300 ઉપરાંત કેસ નોંધાતા હતા આ રફતાર અટકી છે. મંગળવારે 340 દર્દીઓને ડીસ્‍ચાર્જ કરાતા રાહત
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો લગાતાર રોકેટ ગતિની રફતારથી પાછલા સપ્તાહમાં વધી રહ્યા હતા. આ રફતારને સોમવારે ધીમી પડી છે. જિલ્લામાં નવા 141 કેસો નોંધાતા વહીવટી તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.
ગયા સપ્તાહમાં વલસાડ જિલ્લામાં કોરોનાની જબરજસ્‍થ ઉથલપાથલ ચાલતી રહેલી દરરોજ 300 થી 400 ની આસપાસમાં નવા પોઝિટિવ કેસો નોંધાતા રહ્યા હતા. સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ કોરોનાની રફતાર આજે અટકી છે. જિલ્લામાં નવા 141 કેસો નોંધાયા છે અને તેની સામે 340 જેટલા દર્દીઓ સાજા થતા ડીસ્‍ચાર્જ અપાયો છે તે મોટા રાહતના સમાચાર છે. આજે નવા નોંધાયેલા દર્દીઓમાં વલસાડમાં 75, પારડીમાં 07, વાપીમાં 15, ઉમરગામમાં 05, ધરમપુરમાં 29 અને કપરાડામાં 10 નો સમાવેશ થાય છે. હાલમાં એક્‍ટીવ કેસ 2263 છે. સોમવારે 1 દર્દીનું મોત નિપજ્‍યું છે. અત્‍યાર સુધીમાં કુલ પોઝિટિવ 11279 દર્દીઓ નોંધાયા છે જે પૈકી8538ને ડીસ્‍ચાર્જ આપી દેવાયો છે.

Related posts

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટ બેડનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

સેલવાસ પોલીસે 8 જુગારીઓને ઝડપી પાડયા

vartmanpravah

ભારતમાં પ્રથમવાર વલસાડની કુસુમ વિદ્યાલય દ્વારા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં “સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

Leave a Comment