September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વેમાં સંપાદિત આલીપોર ગામની ટ્રસ્‍ટની જમીનના વળતરની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં પોલીસે તત્‍કાલીન નવસારીના નાયબ કલેકટર તુષાર જાની કર્મચારી વલી સુરતના પિતા-પુત્ર વકીલ સહિત પાંચ જેટલા સામે છેતરપિંડીનો ગુનોનોંધી હાથ ધરેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ)
વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વેમાં સંપાદિત આલીપોર ગામની ટ્રસ્‍ટની જમીનના વળતરની રૂા.21.61 લાખ જેટલી રકમ બોગસ પાવર અને કન્‍સેન્‍ટ લેટરના આધારે ચાઉં કરી જવાના પ્રકરણમાં પોલીસે તત્‍કાલીન નવસારીના નાયબ કલેકટર તુષાર જાની કર્મચારી વલી સુરતના પિતા-પુત્ર વકીલ સહિત પાંચ જેટલા સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ વડોદરા- મુંબઈ એક્‍સપ્રેસ-વેમાં સંપાદિત થયેલ આલીપોર ગામના નવા સર્વે નંબર 1396 વાળી જમીન રેવન્‍યુ રેકર્ડ દફતરે સિકંદર પીરની તથા બાવટા પીર ટ્રસ્‍ટના નામે ચાલી આવેલ છે. જેમાં ટ્રસ્‍ટી તરીકે અફીઝાબેન ઉસ્‍માનશા ગલુશાનું ના નામ 1950 પહેલાથી ચાલી આવેલ હતું. તેમના પરિવારના સિઝન પ્રમાણે પાક લેતા આવેલ હતા. ઉપરાંત જમીનના ટ્રસ્‍ટી અફીઝાબેનનો બોગસ પાવર અને કન્‍સેન્‍ટ લેટર બનાવી આલીપોરના નઝીર અબ્‍બાસ મુલ્લાનાં ચીખલી આઇડીબીઆઈ બેંકના ખાતામાં વળતરના રૂા.21,61,675/- જેટલી રકમ જમા કરી ઉપાડી લેવાઈ હતી.
આ અંગેની તપાસ ફરિયાદીના ભત્રીજા આબેદઅલી ઉંમર દિવાન પ્રાંત કચેરી નવસારીમાં તપાસ કરવા જતાં ત્‍યાં ઉપસ્‍થિત વલીભાઈ નામના કર્મચારીએ અફીઝાબેનના આફ્રિકાથી આવેલપાવર ઓફ એટર્ની અને કન્‍સેન્‍ટ લેટરના આધારે આલીપોરના નઝીર અબ્‍બાસ મુલ્લાનાં ખાતામાં વળતરની રકમ જમા થયેલ છે. બાદમાં પ્રાંત અધિકારી જાનીને મળતા તેમણે મેં જે કરવાનું હતું તે કરી લીધું છે. હવે આમાં કશું થઈ શકે તેમ નથી. તમારી જમીનના નાણાં જેઓએ મેળવી લીધેલ છે. તેઓ સામે સિવિલ કોર્ટમાં દાવો કરવો પડશે અથવા સમાધાન કરવું પડે તમે ચિંતા શું કામ કરો વળતરમાં આઠ ગણો વધારો થવાનો છે.તે તમે લઈ જજો.
હકીકતમાં ટ્રસ્‍ટી અફીઝાબેન પોતાના જીવનકાળ દરમ્‍યાન કયારેય આફ્રિકા ગયા જ ન હતા અને તેમનું જુલાઈ-61માં જ આલીપોર ગામે અવસાન થયું હતું. આમ અફીઝાબેનનો બનાવટી કન્‍સેન્‍ટ લેટર, ઓળખના પુરાવા ઉભા કરી રજુ કરાયા હતા. જેમાં પ્રાંત અધિકારી તુષાર જાની અને વલીભાઈએ કન્‍સેન્‍ટ લેટરમાં બાટવેલ વ્‍યક્‍તિ હયાત છે કે મરણ ગયેલ છે.તેની ચકાસણી કર્યા વીના જ કાર્યવાહી કરાઈ હતી. જમીન સંપાદનના સક્ષમ અધિકારી અને પ્રાંત અધિકારી નવસારી તુષાર જાનીની થોડા દિવસ પૂર્વે જ ગીર સોમનાથ જિલ્લામાં બદલી કરી દેવાઈ હતી.
ઉપરોક્‍ત પ્રકરણમાં અબુબક્કર કાસમ દિવાન (ઉ.વ-60) (રહે.આલીપોર તા.ચીખલી) ની ફરિયાદમાં પોલીસે નઝીર અબ્‍બાસ મુલ્લા (રહે.આલીપોર તા.ચીખલી), વકીલ એ.એ.શેખ તથા વકીલજફર.એ.શેખ (બંને રહે.અલનુર રેસિડેન્‍સી સુરત), તુષાર જાની નાયબ કલેકટર તથા પ્રાંત કચેરીના વલીભાઈ એમ પાંચ જેટલા સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ સુરત ગ્રામ્‍ય એલસીબી પોલીસે હાથ ધરી હતી.
ઉપરોક્‍ત આરોપીઓ પૈકી સુરતના વકીલ પિતા-પુત્રની આલીપોર ગામની જ વળતરની રકમની છેતરપીંડીના ગુનામાં પોલીસે થોડા દિવસ પૂર્વે ધરપકડ કરી હતી અને આ બંને આરોપી હાલે સબજેલમાં હોવાનું જાણવા મળ્‍યું હતું.

Related posts

દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન તરીકે આગેવાન સામાજિક કાર્યકર્તા અને ઊર્જાવાન નેતા હિરેનભાઈ જોષીની સર્વાનુમતે વરણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

વાંકી નદી બ્રિજ કામગીરીમાં ફરજ બેદરકારી બદલ માર્ગ-મકાનના 3 ઈજનેરોને ફરજ મોકુફ કરાયા

vartmanpravah

પારડીમાંવાજપેયીજીની 100મી જન્‍મ જયંતી (સુશાસન દિન)ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment