October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાની સામાન્‍યસભામાં રૂા.3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન શાહના અધ્‍યક્ષસ્‍થાને ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલ અને પાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો તેમજ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં વાપી નગર પાલિકાના હોલમાં સામાન્‍યસભા મળી હતી. જેમાં પ્રમુખ શ્રીમતીકાશ્‍મીરાબેન શાહ દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ સાત મુદ્દાઓને સર્વાનુમત્તે બહાલી આપવામાં આવી હતી. જે બાદ વર્ષ 2022-23નું 3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્‍યું હતું. પાલિકા દ્વારા તારીખ 18-10-22ની મળેલ સામાન્‍ય સભા અને તારીખ 23-01-23ના રોજ મળેલ કારોબારી સમિતિની નોંધને બહાલી આપવામાં આવી હતી. સાથે વર્ષ 2022-23ના 9 માસિક હિસાબને પણ બહાલી આપવામાં આવી હતી.
વાપી નગર પાલિકાની સામાન્‍ય સભામાં પાલિકા પ્રમુખ કાશ્‍મીરાબેન શાહ દ્વારા વાપી નગરને સિંગાપુર જેવું શહેર નહીં પરંતુ દુબઈ સીટી જેવું બનાવવાનું આયોજન છે જે માટે પાલિકાના અધિકારીઓ દુબઈ નિરીક્ષણમાં ગયા હોવાની જાહેરાત કરતા ઉપસ્‍થિત શાસક પક્ષ અને વિરોધ પક્ષના સભ્‍યોમાં ખુશી અને હાસ્‍યનું મોજું ફેલાયું હતું સાથે સરકારની કેટલીક વિવિધ યોજનાઓનો લાભ નગરજનોને મળી રહે તે અંગેની સ્‍કીમો રજૂ કરવામાં આવી હતી.
જ્‍યારે વાપી પાલિકાના શાકભાજી માર્કેટમાં ફાળવવામાં આવેલ દુકાન તથા સ્‍ટોલની રકમ નહિ ભરનાર પાસેથી દુકાનનો કબજો લઈ ફરીથી હરાજી કરાશે તેમજ ફીશ માર્કેટમાં પણ જુના વેપારીઓને પ્રાધાન્‍ય આપવામાં આવશે તેવી જાહેરાતકરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત પાલિકાના મિલકત ધારકો તેમનો બાકી વેરો તારીખ 31/03/2023 સુધીમાં ભરપાઈ કરશે તો ઓનલાઇન તો 1પ ટકા અને ઓફલાઈન 10ટકા રિબેટની જાહેરાત કરવામાં આવી હતી. જેવો વર્ષોથી મિલકત વેરો ભરતા નથી તેવા મિલકત વેરાના ભાગીદારોને પણ રાહત આપવામાં આવી છે. જેમાં જુના માંગણાં બિલની માત્ર રકમ ભરવાની રહેશે જ્‍યારે વ્‍યાજ તથા દંડની રકમ અને નોટિસનો ચાર્જ પણ નહીં લેવામાં આવે. 43 જેટલી નવી જગ્‍યા ભરવા માટેની મંજૂરી સરકાર પાસેથી માંગણી કરવામાં આવી છે. હાલમાં હંગામી ધોરણે નોકરી કરતા કામદારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. વાપીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ગટરમાં ટોયલેટના પાણીનું જોડાણ આપવાની વ્‍યવસ્‍થા કરાવવામાં આવશે.
સામાન્‍ય સભામાં વિરોધ પક્ષ કે શાસક પક્ષના નેતાઓને વાપીની સમસ્‍યા અંગે કોઈ ફરિયાદ નહીં હોય તેવું ચિત્ર જોવા મળ્‍યું હતું. વાપીમાં ટ્રાફિકની સમસ્‍યા સાથે રખડતા ઢોરોને લીધે પડતી નગરજનોને મુશ્‍કેલી અંગેના એક પણ પ્રશ્ન શાસક પક્ષ કે વિરોધ પક્ષના નેતાએ નહી ઉપાડતા સામાન્‍ય સભામાં પાલિકાના 44 પૈકી 38 જેટલા સભ્‍યો સાથે સંપન્ન થઈ હતી.
સામાન્‍ય સભામાં પાલિકા ઉપપ્રમુખ શ્રી અભયભાઈ શાહ,કારોબારી ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ, પાલિકાના ટાઉન પ્‍લાનર શ્રી કલ્‍પેશભાઈ શાહ, હાઈડ્રોલિક ઈજનેર શ્રી સંજય ઝા અને આરોગ્‍ય વિભાગના સેનેટરી ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી ચેતનસિંહ પરમાર સહિત વોર્ડના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના બીજા વર્ષના બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા, સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીસ લિમિટેડ કંપનીમાં બે દિવસ માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

વાપી ચલા બુનમેક્‍સ સ્‍કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું : 53 શાળાના બાળકોએ ભાગ લીધો

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસની પાણીખડક ખાતે યોજાયેલી જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપીથી દમણગંગા નદીમાં છોડાતા પ્રદૂષણને બંધ કરવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

ગઝવા એ હિન્‍દ આતંકી સંગઠન ગતિવિધિનો રેલો વાપીમાં ?: એન.આઈ.એ.નું ગોદાલનગરમાં એક ફલેટમાં સર્ચ ઓપરેશન

vartmanpravah

Leave a Comment